Samay Sandesh News
ક્રાઇમગુજરાતટોપ ન્યૂઝશહેરસુરત

Crime: સુરતમાં કંપનીની સિસ્ટમમાં ડિલિવરી થઈ ગયાનું બતાવી અઢી હજારથી વધુ પાર્સલ સગેવગે

Crime: સુરતમાં કંપનીની સિસ્ટમમાં ડિલિવરી થઈ ગયાનું બતાવી અઢી હજારથી વધુ પાર્સલ સગેવગે: સુરત શહેરમાં સાયબર ફ્રોડનાં કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક આવી ઘટનાં સામે આવી છે.

જેમાં એક્સપ્રેસ બીજ બિઝીલ લોજિસ્ટિક સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સિસ્ટમનાં ID પાસવર્ડ મેળવીને કેટલાક ઈસમોએ કંપનીની મંજૂરી વગર 2648 જેટલા પાર્સલો કંપનીની સિસ્ટમમાં ડિલિવરી થઈ ગયા હોવાનું જણાવી ગેરકાયદેસર રીતે

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

આર્થિક લાભ મેળવ્યો હતોઆ બાબતે સાયબર ક્રાઇમ પોલીસને ફરિયાદ મળતા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક્સપ્રેસ બીજ બિઝીલ લોજિસ્ટિક સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે 6/7/2022થી 9/7/2022 દરમિયાન કોઈ અજાણ્યાં ઈસમોએ ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવવા માટે ગમે તે રીતે કંપનીની સિસ્ટમનાં ID પાસવર્ડ મેળવી લીધા હતા અને કંપનીની મંજૂરી વગર જ કંપનીમાં આવેલા મીસો કંપનીનાં 2,648 જેટલા પાર્સલો કંપનીએ ગ્રાહકને ડીલીવર કરી દીધા હોવાનું બતાવીને કંપની સાથે છેતરપીંડી આચરી હતી. આ મામલે ફરિયાદનાં આધારે સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સનાં આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી અને સાયબર ક્રાઇમ પોલીસે બાતમીનાં આધારે પ્રણવ કુમાર પરીડા અને રવિ કાછડીયા નામનાં બે ઈસમોની ધરપકડ કરી છે. જેમાં પ્રણવ કુમાર મૂળ ઓડીસા ગંજામનો રહેવાસી છે અને અમરોલી છાપરાભાઠા રોડ પર આવેલાં જલારામ નગરમાં રહે છે અને તે ઓનલાઈનના ધંધા સાથે સંકળાયેલો છે. બીજો આરોપી રવિ કાછડીયા મૂળ અમરેલી મોણપુરનો રહેવાસી છે અને તે હાલ સુરતનાં પુણા ગામમાં શાંતિનગર સોસાયટીમાં રહે છે આરોપી પણ ઓનલાઇન નાં વેપાર સાથે સંકળાયેલો છે. સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા બંને આરોપીની ધરપકડ કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત મિસો કંપની પાસેથી પણ ડેટા મંગાવવામાં આવ્યો છે. તો પોલીસની પૂછપરછ માં વધુ કોઈ નવાં ખુલાસા થાય તો નવાઈ નહીં.

Related posts

ક્રાઇમ: ખંભાળિયાના વાડીનારમાંથી મૉબાઈલ ચોરી અંતર્ગત બે શખસોની અટકાયત

cradmin

જામનગર : મધ્યમવર્ગના લોકો માટે આશીર્વાદ સમાન બન્યા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો

samaysandeshnews

Jamnagar: કલેકટર કચેરી જામનગર ખાતે ‘શહીદ દિન’ નિમિત્તે ૨ મિનિટનું મૌન પાળવામાં આવ્યું

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!