Crime: સુરત માં કતારગામમાં SOG અને દવા વિભાગનાં દરોડા, ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિનાં દવાં વેચતાં મેડિકલ સ્ટોર પર દરોડા: સુરત નાં કતારગામ વિસ્તારમાં SOG પોલીસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સાથે મળીને ધ્રુવ મેડિકલ સ્ટોર પર દરોડો પાડી પ્રિસ્ક્રિપ્શન વગર નશીલા શરબત અને અન્ય દવાઓનું વેચાણ કરતાં હતાં. અહીંથી પોલીસે 647 નશાની
ગોળીઓ અને 172 સીરપની બોટલો મળી આવી છે.સુરત શહેર વિસ્તારમાં ચાલતાં કેટલાક મેડીકલ સ્ટોર પ્રિસ્ક્રીપ્શન વગર નશીલા શરબત અને ટેબલેટનું વેચાણ કરી લોકોનાં આરોગ્ય સાથે રમત રમી રહ્યા છે.આ ઉપરાંત ગુનેગારો દ્વારા ગુનાં કરતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
પહેલાં આવા ડ્રગ્સનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે અને યુવાનો આવી ગોળીઓ અને શરબતનું સેવન કરીને તેના વ્યસની બની જતાં હોય છે. આથી સુરત પોલીસ કમિશનરે આવા મેડિકલ સ્ટોર્સ સામે કાર્યવાહી કરવા સૂચના આપી હતી કતારગામ રત્નમાલા કોમ્પ્લેક્ષમાં આવેલાં ધ્રુવ મેડિકલ નામના મેડિકલ સ્ટોરમાં પ્રિસ્ક્રીપ્શન વિનાં નશીલી દવાઓનું વેચાણ થતું હોવાનું સુરત SOG પોલીસે જોયું હતું. જેથી SOG પોલીસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સાથે મળીને એક ડમી ગ્રાહક મોકલીને મેડિકલ સ્ટોરનાં સંચાલક અલ્પેશ દેઉભા ગોહિલને કોઈપણ પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચી હતી. SOG પોલીસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સાથે મળીને મેડિકલ સ્ટોર પર દરોડો પાડ્યો હતો, જ્યાંથી પોલીસે 647 નશાની ગોળીઓ અને 172 સીરપની બોટલો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે જણાવ્યું હતું કે મેડિકલ સ્ટોરમાંથી મળી આવેલી ગોળીઓ અને સિરપનાં જથ્થા અંગે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે તપાસમાં ગેરકાયદેસર જણાશે તો લાયસન્સ ધારક અને મેડિકલ સ્ટોરનાં સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.