Crime: સુરત પોલીસે રૂ.3.27 લાખની પ્રતિબંધિત ઇ -સિગારેટના જથ્થાં સાથે એકને ઝડપ્યો: સુરતમાંથી ફરી એક વખત પોલીસે રેડ કરી પ્રતિબંધિત ઇ-સિગારેટનો જથ્થો ઝડપી પાડયો છે. સુરત એસઓજી પોલીસે અઠવા વિસ્તારમાં
એક દુકાનમાં રેડ કરી 3.27 લાખની પ્રતિબંધિત સિગારેટ ઝડપી પાડી તેનું વેચાણ કરનાર એક ઇસમની ધરપકડ કરી છે.નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન અંતર્ગત નશાનો વેપલો કરતાં ઇસમોને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં સુરત
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
પોલીસ દ્વારા શહેરમાં આ મામલે કડક ચેકીંગ કરાઈ રહી છે. તે દરમિયાન શહેરમાં આવેલા કેટલાક પાનનાં ગલ્લાં તેમજ ટોબેકો પ્રોડક્ટસનાં હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ-સીગરેટનું ચોરી છુપીથી વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું સુરત પોલીસ કમિશ્નરના
Read more:- સુરત માં બસમાં મુસાફરી દરમિયાન લોકોને શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની ગયું છે…
ધ્યાને આવ્યું હતું. જેને લઇ આવા વિક્રેતાં દુકાનદારોને શોધી કાર્યવાહી કરવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા સુચનાં આપવામાં આવી હતી. પોલીસની આ કાર્યવાહી દરમ્યાન સુરત એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, આધારે અઠવાં વિસ્તારમાં પાણીની ભીત સોની ફળિયા ધર્મ કૃતિ આર્કેડમાંઆવેલી દુકાનમાં ઇ -સિગારેટનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેની ચોક્કસ હકીકત જાણવાં માટે એસઓજીની ટીમ દ્વારા અઠવા વિસ્તારમાં પાણીની ભીત સોની ફળિયા ધર્મ કૃતિ આર્કેડમાંઆવેલી દુકાન ” જી-ડીલ્સ” માં રેડ કરી હતી. દુકાનમાં રેડ પાડતાં એસઓજીની ટીમને દુકાનમાંથી પ્રતિબંધિત અલગ અલગ કંપનીની અલગ અલગ ફ્લેવર્સની ઈ સિગારેટ મળી આવી હતી. એસઓજીની ટીમ દ્વારા દુકાનમાંથી કુલ 3.27 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. ઇ -સિગારેટનાં જ્થ્થા સાથે પોલીસ દ્વારા આરોપી મુનાવર હનીફ નુરાનીની ધરપકડ પણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે ઝડપી પાડેલાં આરોપી સામે અઠવાં પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.. ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ અગાઉ અડાજણમાં બે જગ્યાએ એસઓજી પોલીસે દરોડો પાડી 17.32 લાખની ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડયો હતો.