Crime: સુરત શહેરમાં વિવિધ ગુનાઓમાં પકડાયેલાં આરોપીઓને પરેડ ગ્રાઉન્ડ ખાતે એકઠાં કરાયાં: સુરત શહેરમાં છેલ્લાં 5 વર્ષ દરમિયાન અલગ-અલગ ગુનાઓમાં પકડાયેલાં આરોપીઓને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે
એકઠા કરવામાં આવ્યાં હતાં. સુરત પોલીસમાં ફરજ બજાવતાં હાલનાં અધિકારીઓ આરોપીઓને ઓળખી શકે એટલે ચોરી, ઘરફોડ, વાહન ચોરી, લૂંટ જેવાં ગુનાં સાથે સંકળાયેલાં આરોપીઓને એક જ જગ્યાં પર ભેગાં કરવામાં આવ્યાં હતા. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
સુરત શહેરમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અલગ અલગ ગુનામાં સંડોવાયેલાં આરોપીઓને ઓળખે એટલાં માટે છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન અલગ-અલગ ગુનામાં પકડાયેલા ઈસમોને ઓળખ પરેડ માટે ભેગાં કરવામાં આવ્યાં હતાં. સુરત પોલીસ
Read more:- સુરતમાં મોજશોખ પુરા કરવાં ચોરી કરતી ગેંગ ઝડપાઇ…
કમિશનર ઓફિસની બાજુમાં આવેલાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ આરોપીઓને ભેગાં કરવામાં આવ્યાં હતાં. શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલાં ઈસમોને ભેગાં કરાયા હતા. જેથી અલગ અલગ પોલીસ સ્ટેશનનાં અધિકારીઓ આરોપીઓને ઓળખી શકે.આરોપીઓમાં ચેઇન સ્નેચર, મોબાઈલ સ્નેચર, ઘર ફોડ ચોરીનાં આરોપી, વાહન ચોરી કરનારા, લુટના ગુનાઓને અંજામ આપનારા ઇસમોને એકઠા કરવામાં આવ્યાં હતાં. સુરત ક્રાઈમ બ્રાન્ચ, SOG, PCB તેમજ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફનાં માણસો આરોપીઓને ઓળખે આ ઉપરાંત આરોપીઓની હાલની ગતિવિધિ અંગે માહિતી એકત્રિત કરવાં માટે આરોપીઓને એકઠા કરવામાં આવ્યાં હતાં. આમ જોવાં જઈતો સુરત પોલીસ દ્વારા આ નવી રીત અપનાવામાં આવી છે. જેથી આરોપીઓનો રેકોર્ડ રાખી શકાય.સુરત પોલીસ કમિશનર દ્વારા આરોપીઓ સાથે વાતચીત પણ કરવામાં આવી હતી અને આરોપીઓને કહ્યું હતું કે, જો તેઓ સુધરવા માગતાં હોય તો સુરત શહેર પોલીસ આરોપીઓને સુધરવાં માટે મદદ કરશે. જોકે આ પ્રકારનો નવતર પ્રયોગ સુરત પોલીસે ભૂતકાળમાં પણ બે વખત કરી ચૂકી છે ત્યારે આરોપીઓને સબક્યા અને કદાચ આ પ્રકારની કાર્યવાહીને લઈને આરોપીઓના સુધારો થાય તે માટે ખાસ આ પ્રકારનું આયોજન સુરત પોલીસ કરી રહી છે.