Crime: સુરત માં દોઢ વર્ષની માસૂમ બાળકીનાં અપહરણનો ભેદ ખુલ્યો: સુરત માં મહિધરપુરા વિસ્તારમાંથી દોઢ વર્ષની માસૂમ બાળકીના અપહરણ કેસમાં કામરેજ નજીક આવેલી કડોદરા-જોળવા ખાતેથી વસાવા દંપતીની સુરત ક્રાઇમ બ્રાન્ચે
ધરપકડ કરી બાળકીને સુરક્ષિત રીતે મુક્ત કરાવી છે. મજૂરી કામ કરતી વેળાએ પડી જતા મહિલાનો ગર્ભપાત થઈ ગયો હતો. જેથી સંતાનની ખોટ પુરી કરવા પતિ સાથે મળી અપહરણ કર્યું હોવાનો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થયો છે.સુરતના મહિધરપુરા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
વિસ્તારમાંથી વહેલી સવારે દોઢ વર્ષની માસુમ બાળકીના અપહરણની ઘટના પ્રકાશમાં આવી હતી. મજૂરી કામ કરતી શારદાબેન નામની શ્રમજીવી મહિલાએ મહિધરપુરા પોલીસ મથકે આવી આ અંગે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં એક મહિલા અને પુરુષ બાળકીનું અપહરણ કરી લઈ જતા કેદ થયા હતા. જે સીસીટીવી ફુટેજના આધારે બાળકીની માતાની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી હતી. જે દરમ્યાન પોલીસને જાણકારી મળી હતી કે, રેખા નામની મહિલા અને તેનો પતિ 15થી 17 દિવસ પહેલા સુરત આવ્યા હતા. મહિધરપુરા વિસ્તારમાં આવેલી ફૂટપાથ પર બાળકી અને તેની માતા જ્યાં રહેતી હતી ત્યાં જ આ બંને પતિ પત્ની પણ ફૂટપાથ પર જ રહેતા હતા.જે દરમિયાન રેખા નામની મહિલા બાળકીની માતા શારદાબેનના પરિચયમાં આવી હતી. જ્યાં વારંવાર રેખા નામની આ મહિલા અવારનવાર બાળકીને રમાડતી હતી. આ વચ્ચે બાળકીની માતા શારદાબેનને કામ હોવાથી રેખાને થોડા સમય માટે બાળકી સાચવવા માટે આપી ગઈ હતી. પરંતુ ત્યારબાદ રેખા અને તેનો પતિ બાળકીને લઈ ફરાર થઈ ગયા હતા. બાળકીની માતાએ પોલીસને જણાવેલી હકીકતના આધારે બંને પતિ-પત્નીને ઝડપી પાડવા સીસીટીવી ફૂટેજના આધારે અલગ અલગ છ જેટલી ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. મહિધરપુરા પોલીસની સાથે સુરત ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પણ માસુમ બાળકીની શોધખોળ અને બંને પતિ પત્નીને ઝડપી પાડવા કામે લાગી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે મળેલ બાતમીના આધારે કામરેજ નજીક આવેલ કડોદરા-જોળવા પાટિયા ખાતેથી અપહ્યત પતિ-પત્નીને ઝડપી પાડી બાળકીને સહીસલામત રીતે મુક્ત કરાવી માતાને સોંપવામાં આવી હતી. જ્યાં બાળકી અને તેણીની માતા વચ્ચે વ્હાલસોયા દ્રશ્યો સર્જાયા હતા.બીજી તરફ બાળકીના અપહરણ અંગે રેખા ઉર્ફે રીટા અને તેના પતિ મનીષ વસાવાની પૂછપરછ કરતા ચોકાવનારી હકીકત સામે આવી હતી. પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે રીટા ઉર્ફે રેખાને સાત માસનો ગર્ભ હતો. મજૂરી કામ કરતી વેળાએ નીચે પડી જવાના કારણે રેખાનો ગર્ભપાત થઈ ગયો હતો. જેથી સંતાનની ખોટ પૂરી કરવા બંને પતિ પત્નીએ બાળકીના અપહરણનો પ્લાન બનાવ્યો હતો. વધુમાં બાળકીને લઈ બંને પતિ પત્ની કામરેજ નજીક અગાઉ જે ફાર્મ હાઉસ ખાતે કામ કરતા હતા ત્યાં જવા માટે નીકળ્યા હતા.જ્યાં ફાર્મ હાઉસ ખાતે મજૂરી કામ કરી બાળકીને પોતાની જોડે જ રાખવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, રેખાનો પતિ મનીષ વસાવા નેત્રંગનો વતની છે અને અગાઉ ઘરફોડ ચોરી જેવા ગુનામાં પણ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. જ્યારે રેખા મૂળ સાયણની રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે બંને પતિ પત્ની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.