Crime : સિકકાના મારૂતીનગરમાં ઘર પાસે ફુલઝાડ વાવવા અને પાણી ઢોળવાની બાબતના મનદુ:ખમાં ખાનગી કર્મચારી સત્યેન્દ્રકુમાર બ્રહ્મદેવ યાદવ નામક વ્યક્તિને બ્રિજરાજસિંહએ અને તેના ભાઈ હરદિપસિંહ જાડેજાએ ધોકા વડે હુમલો કરી માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી. સિકકાના મારૂતીનગરમાં નવી ગૌશાળા પાસે રહેતા કર્મચારી સત્યેન્દ્રકુમાર બ્રહ્મદેવ યાદવ (ઉ.વ.૩૦) એ ગઇકાલે સિકકા પોલીસમાં મારૂતીનગરમાં રહેતા પાડોશી બ્રિજરાજસિંહ જાડેજા તથા હરદિપસિંહ જાડેજાની વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
વિગત અનુસાર આરોપીઓએ બે દિવસ પહેલા ફરીયાદી સત્યેન્દ્રકુમાર સાથે ઘર પાસે આવેલા ફુલઝાડ અને પાણી ઢોળવા બાબતે અવાર નવાર બોલાચાલી થતી હોય જેનો ખાર રાખીને અપશબ્દો કહયા હતા અને ઢીકાપાટુનો માર માર્યો હતો ઉપરાંત બ્રિજરાજસિંહએ ધોકા વડે હુમલો કરી ફરીયાદીને માથામાં ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.