જામનગર : જામનગરમાં વરસાદ છતાં પોલીસ જવાનોના હોંસલા બુલંદ;પરેડનું રિહર્સલ યથાવત
જિલ્લાના પ્રભારી સચિવ શ્રી અનુપમ આનંદ, જિલ્લા કલેકટર શ્રી બી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજે રિહર્સલમાં ઉપસ્થિત રહી જવાનોનો ઉત્સાહ વધાર્યો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
જામનગર તા.29, જામનગરમાં ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ઉજવણીની ચાલી રહેલી જોરદાર તૈયારીઓ વચ્ચે શનિવારે શહેરમાં પડેલો સવા ઇંચ જેટલો વરસાદ પણ ઉજવણીના ઉત્સાહમાં વિઘ્નરૂપ બની શક્યો ન હતો.
શનિવારે સાંજે ચાર વાગ્યા બાદ ગુજરાત પોલીસની બેન્ડ, અશ્વદળ, ચેતક કમાન્ડો સાથેની પરેડનું રિહર્સલ પોલીસ જવાનોએ યથાવત રાખ્યું હતું.
આ પ્રસંગે જિલ્લાના પ્રભારી સચિવ શ્રી અનુપમ આનંદ, જિલ્લા કલેકટર શ્રી બી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓએ રિહર્સલમાં
ઉપસ્થિત રહીને જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો અને પરેડની સલામી ઝીલી હતી.
પરેડ શરૂ થાય તે પહેલા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પરેડ
સ્ટાર્ટિંગ પોઇન્ટ પર જઈને વ્યવસ્થાઓનું નિરિક્ષણ કર્યું હતું. તેમજ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.