Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝરાજકોટશહેર

રાજકોટ: ધોરાજી સમસ્ત જૈન સમાજ દ્વારા મહાવીર જયંતી નિમિત્તે શોભાયાત્રા નીકળી

રાજકોટ : ધોરાજી સમસ્ત જૈન સમાજ દ્વારા મહાવીર જયંતી નિમિત્તે શોભાયાત્રા નીકળી

આજે ચૈત્ર સુદ તેરસ એટલે કે “અહિંસા પરમો ધર્મ” “જીવો અને જીવવા દો” આ સંદેશો જેને સમગ્ર વિશ્વ ને આપ્યો છે એવા જૈનો ના ચોવીસમાં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નો દિવસ.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

ધોરાજી શહેર માં ભગવાન મહાવીર સ્વામી ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ચાંદી ની પાલખી માં ભગવાન બિરાજમાન હતા.

આ શોભાયાત્રામાં ચારેય સંઘ ના ભાઈઓ – બહેનો મોટી સંખ્યા માં જોડાયા હતાં. ત્રિશલા નંદન વીર કી જય બોલો મહાવીર કી ના નાદ સાથે આ શોભાયાત્રા સોનીબજાર ગામ દેરાસર થી શરૂ થઇ દરબારગઢ, પિરખાના કૂવા ચોક, ત્રણ દરવાજા, સ્ટેશન રોડ ખાતે પ્લોટ દેરાસર પૂજા અર્ચના કરી ફરી તે જ રૂટ ઉપર પરત થઈ ગામ દેરાસર ખાતે પૂર્ણાહુતિ થઈ હતી.

આ શોભાયાત્રા માં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા દિનેશભાઈ વોરા

ધોરાજી તપગચ્છ સંઘ ના પ્રમુખ વીરાભાઇ સુખડીયા, નગીનભાઈ વોરા, જૈન જાગૃતિ સેન્ટર ના સ્થાપક પ્રમુખ લલિતભાઈ વોરા, હિરેનભાઈ મારડિયા, નિરંજન યુવા ગ્રુપ ના ચિરાગભાઈ વોરા, વિપુલભાઈ મહેતા, તેજસભાઇ મહેતા, ધવલભાઈ સંઘવી, નીરવભાઈ વોરા, ચેતનભાઈ શાહ, વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

જામનગર : જિલ્લાના રોડ-રસ્તાને લગતા પ્રશ્નોના નિવારણ માટે જી.એસ.આર.ડી.સી.ના.

cradmin

Rajkot: ધોરાજી ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીના રિહર્સલનું નિરીક્ષણ કરતા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુ

samaysandeshnews

ગુજરાત : કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં આગામી ૧૭ થી ૨૬ એપ્રિલ દરમિયાન “સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમનું આયોજન

cradmin

Leave a Comment

error: Content is protected !!