જામનગર : જામનગરના સુપ્રસિદ્ધ બાલા હનુમાનજીના મંદિરમાં રામનવમીના પાવનકારી પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશભાઈ સહિતના મહાનુભાવો એ દર્શન કર્યા
જામનગર તા ૩૦, જામનગરના સુપ્રસિદ્ધ બાલા હનુમાનજીના મંદિરમાં ભગવાન શ્રી રામચંદ્રજી ની જન્મ જયંતી નિમિત્તે વિશેષ દર્શન રાખવામાં આવ્યા હતા,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
અને રામધૂન બોલાવાઈ હતી. જામનગરના ૭૯- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી ઉપરાંત અન્ય
આગેવાનો, કોર્પોરેટરો, વગેરે એ રામનવમીના પૂર્વ પ્રસંગે બાલા હનુમાનજીના મંદિરમાં ભગવાન શ્રીરામ- લક્ષ્મણ- જાનકી તથા હનુમાનજીની પ્રતિમા પાસે શીશ નમાવીને આશીર્વાદ મેળવ્યા હતા.
ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલી ‘શ્રી રામ જય રામ જય જય રામ’ ની અખંડ રામધૂન કે જેમાં આજે બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા, અને રામધૂનની રમઝટ બોલાવી હતી, ત્યારે સમગ્ર બાલા હનુમાન નું મંદિર પરિસર રામમય બન્યુ હતું. ભગવાનના દર્શન માટે પણ અનેક ભાવિકોએ લાંબી કતાર લગાવી હતી.