જામનગર : સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથ સિંહનું જામનગર એરફોર્સ ખાતે સ્વાગત કરતા મહાનુભાવો
જામનગર તા.૧૬ એપ્રિલ, સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથ સિંહ ગીર સોમનાથમાં આયોજિત સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે. ત્યારે જામનગર એરફોર્સ ખાતે તેમનું આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
સંરક્ષણમંત્રીશ્રીના સ્વાગતમાં અધિક નિવાસી કલેકટર શ્રી બી.એન.ખેર, જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલું, કર્નલ રજાવત અને એર કમાન્ડો આનંદ સોઢી સહભાગી બન્યા હતા.
ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાં સ્થાયી થયેલા મૂળ સૌરાષ્ટ્રના તમિલ ભાઈ બહેનોને પોતાની માતૃભૂમિ સાથેનું સંગમ કરાવવાના હેતુથી યોજાનાર સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં તમિલ ભાઈ-બહેનોને પુનઃ સૌરાષ્ટ્ર સાથે જોડવા “સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમ આગામી ૧૭ થી૩૦ એપ્રિલ સુધી ગુજરાતમાં યોજાશે. તમિલ ભાઈ-બહેનો સૌરાષ્ટ્ર વાસીઓનો મુખ્ય કાર્યક્રમ સોમનાથ ખાતે યોજાશે અને ત્યારબાદ તમામ તમિલ યાત્રીઓ ગુજરાત ભ્રમણમાં જોડાશે.