જામનગર : જિલ્લા કલેક્ટર શ્રી બી.એ.શાહે વિવિધ મતદાન કેન્દ્રોની મુલાકાત લઈ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કામગીરીની સમીક્ષા કરી
મતદારયાદીમાં યુવા મતદારોની મહત્તમ નોંધણી થાય એ માટે જરૂરી સૂચન કરી માર્ગદર્શન આપતાં કલેક્ટરશ્રી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
જામનગર: ભારતીય ચૂંટણીપંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં દરેક મતદાતા પોતાના નજીકના મતદાન કેન્દ્ર ખાતે પોતાનું નામ ઉમેરવું, સુધારવું, કમી કરવું સહિતની સુવિધાઓ મેળવી શકે છે. જે અંતર્ગત જામનગર જિલ્લામાં રવિવારના રોજ ખાસ ઝુંબેશના ભાગરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જે અન્વયે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી બી.એ.શાહે જામનગર જિલ્લાના વિવિધ વિધાનસભા મત વિસ્તારમાં આવેલ મતદાન કેન્દ્રોની મુલાકાત લીધી હતી.અને ઉપસ્થિત બુથ લેવલ ઓફિસર્સની કામગીરી તથા મતદારયાદી સુધારણા અંગેની સમગ્ર કામગીરીની સમીક્ષા કરી હતી.તેમજ મહત્તમ યુવા મતદારોની નોંધણી મતદારયાદીમાં થાય એ માટે જરૂરી સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે કલેક્ટરશ્રી સાથે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સુશિલ પરમાર, ૭૮-જામનગર ઉત્તર વિ.સ.મ.વિ.ના મતદાર નોંધણી અધિકારી અને શહેર પ્રાંત અધિકારીશ્રી શ્રી ડી.ડી.શાહ, ૭૯-જામનગર દક્ષિણ વિ.સ.મ.વિ.ના મતદાર નોંધણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી નિલાક્ષ મકવાણા તથા ૭૭-જામનગર ગ્રામ્ય વિ.સ.મ.વિ.ના મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી ગ્રામ્ય શ્રી ધાર્મિક ડોબરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.