જામનગર: જામનગરમાં રહેતા પદ્મશ્રી ડૉ. ગુરદીપ સિંઘને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે ડૉક્ટર ઓફ લિટરેચરની પદવી એનાયત કરાઇ
જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે ૨૮મો પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે સમાજમાં પોતાનું મહત્વનું યોગદાન આપનાર અને વિશિષ્ઠ સેવા પ્રદાન કરનાર ચાર મહાનુભાવોને ડી. લિટ (ડૉક્ટર ઓફ લિટરેચર) ની પદવી એનાયત કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
હાલ જામનગરમાં રહેતા અને 54 વર્ષથી આયુર્વેદના વ્યવસાયમાં તબીબી અને શૈક્ષણિક કાર્ય સાથે હંમેશા જોડાયેલા પદ્મશ્રી ડૉ. ગુરદીપ સિંઘનો જન્મ ૧૦ ઓગસ્ટ ૧૯૪૧માં થયો હતો. વર્ષ ૧૯૬૬માં જીવાજી યુનિવર્સિટી ગ્વાલિયરમાં બીએએમએસના અભ્યાસક્રમમાં તેઓએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.
વર્ષ ૧૯૭૧માં બીએચયુ વારાણસી યુનિવર્સિટીમાં કાયચિકિત્સા વિષયમાં એમ. ડી.(આયુર્વેદ), વર્ષ ૧૯૭૪માં વારાણસી બીએચયુમાં કાયાચિકિત્સામાં પીએચડીની ડિગ્રી તેમજ વર્ષ ૧૯૬૦માં એનસીસીમાં એનસીસી બી સર્ટિફિકેટ મેળવેલ છે. વર્ષ ૨૦૨૦માં તેઓને ચીકીત્સામાં પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૩ ગોલ્ડ મેડલ પણ મેળવેલ છે.
એઆઈટીએ ન્યુ દિલ્હી દ્વારા બેસ્ટ શિક્ષક, આયુર્વેદ શિક્ષણ ક્ષેત્રે પોતાનું વિશિષ્ઠ યોગદાન આપવા બદલ સહિતની અનેક સિદ્ધિઓ તેઓએ મેળવેલ છે.
પદ્મશ્રી ડૉ. ગુરદીપ સિંઘ જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પણ સેવા આપી ચૂક્યા છે.તેમજ ડિપ્લોમા ઇન પંચકર્મા વિષય ઉપર તેઓએ રિસર્ચ કરેલ છે. અને વિદેશની યુનિવર્સિટીઓમાં પણ ડૉ.ગુરદીપસિંઘ આયુર્વેદ ક્ષેત્રે પ્રચાર કરી ચૂક્યા છે. તેમના જેવા વિદ્વાન, ઉત્તમ ડૉક્ટર, શિક્ષક અને સંશોધકનું જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. જેમણે પોતાનું આખું જીવન આયુર્વેદ વિજ્ઞાન-સંશોધન અને તાલીમ માટે સમર્પિત કર્યું છે અને આયુર્વેદ ક્ષેત્રે અવિસ્મરણીય યોગદાન આપ્યું છે.