Samay Sandesh News
General Newsindiaક્રાઇમગુજરાતટોપ ન્યૂઝશહેરસુરત

ક્રાઇમ: સુરત નાં પલસાણા વિસ્તાર માંથી ડુપ્લિકેટ મસાલાનું કારખાનું ઝડપાયુ, રૂ. 9.39 લાખના મુદ્દામાલ સાથે 2ની ધરપકડ

ક્રાઇમ: સુરત નાં પલસાણા વિસ્તાર માંથી ડુપ્લિકેટ મસાલાનું કારખાનું ઝડપાયુ, રૂ. 9.39 લાખના મુદ્દામાલ સાથે 2ની ધરપકડ: સુરત જિલ્લાના પલસાણામાંથી એવરેસ્ટ કંપનીના નામે ડુપ્લિકેટ મસાલા બનાવતું કારખાનું ઝડપાયું છે. આ મામલે પોલીસે રૂ. 9.39 લાખના મુદ્દામાલ સાથે 2 લોકોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એકને વૉન્ટેડ જાહેર કર્યો છે.
સુરત ગ્રામ્ય LCBના સ્ટાફ પેટ્રોલિંગમા હતો, ત્યારે બાતમી મળી હતી કે, ગાંગપુર ગામની સીમમાં ઓમ હરીઓમ સોસાયટીના મકાન નં-11માં તા-પલસાણા, જી.સુરત.ખાતે રાજેશભાઇ ભેરૂલાલ કલાલનાનો એવરેસ્ટ બ્રાન્ડના મશાલા નુ મશીનરી દ્વારા ડુપ્લિકેટ પેકિંગ કરે છે.
આ બાતમી મુજબના સ્થળે દરોડો પાડીને ડુપ્લિકેટ મસાલો બનાવવાના સાધનો સહિત અન્ય મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

ક્યા-ક્યા આરોપીઓ ઝડપાયા?
(1) રાજેશભાઇ ભેરૂલાલ કલાલ (ઉ.વ.-28) ધંધો-વેપાર રહે.-હાલ- 11 ઓમ હરીઓમ સોસાયટી ગાંગપુર ગામ તા-પલસાણા જી-સુરત મુળ રહે-કટાર ગામ તા-આસીન્દ જી-ભીલવાડા (રાજસ્થાન)
(2) રામનારાયણ નોરતજી કુમાવત (ઉ.વ.-31) ધંધો-મજુરી રહે- હાલ-11 ઓમ હરીઓમ સોસાયટી ગાંગપુર ગામ તા-પલસાણા જી-સુરત મુળ રહે-કાલીયાસ તા-આસીન્દ જી- ભીલવાડા (રાજસ્થાન)
(3) ભગવતીલાલ ઉર્ફે બબલુ ગોપીલાલ કલાલ રહે-હાલ-કડોદરા તા-પલસાણા જી-સુરત મુળ રહે-આતી ગામ તા-દેવગઢ જી-રાજસમદ (રાજસ્થાન), જેને વૉન્ટેડ જાહેર કર્યો છે.
ક્યો મુદ્દામાલ જપ્ત કર્યો?
1) મસાલા પેકીંગ કરવાના ઇલેક્ટ્રીક ત્રણ મશીન કિં.રૂ. 4,50,000/-
(2) એવરેસ્ટ બ્રાંડના પ્લાસ્ટીકના 7 ગ્રામના મીટ તેમજ ચીકન ડુપ્લીકેટ મશાલાના પ્લાસ્ટીકના પાઉચ કુલ્લે નંગ-4371 કિં.રૂ. 21,855/-
(3) રાજેશ કંપની બ્રાંડના પ્લાસ્ટીકના 7 ગ્રામના મીટ તેમજ ચીકન ડુપ્લીકેટ મશાલાના પ્લાસ્ટીકના પાઉચ કુલ્લે નંગ-43789 કિં.રૂ 2,18,945/- (4) એવરેસ્ટ તથા રાજેશ બ્રાન્ડના મશાલાના પ્લાસ્ટીકના 7 ગ્રામના પાઉચ ભરવા માટે વપરાતા પ્લાસ્ટીકના ડુપ્લીકેટ રોલના 3 બંડલ રોલ કિ.રૂ.6,000/-
(5) પ્લાસ્ટીકના મશાલાના પાઉચ ભરેલ ગુણી શીલ કરવાના બે ઈલેક્ટ્રોનીક મશીન નંગ-2 કિં.રૂ.12,000/-
(6) બે ઇલેક્ટ્રીક વજન કાંટા કિ.રૂ. 10,000/-
(7) મશાલા પૈકીંગ કરવાનું શીલાઈ મશીન કિ.રૂ. 1000/-
(8) 14 પ્લાસ્ટીકના કોથળાઓમાં મશાલાનો કાચો માલ 420 કીલો કિ.રૂ. 2,10,000/-
(9) મોબાઇલ ફોન નંગ-2 કિં.રૂ.10,000/-
હાલ તો પલસાણા પોલીસે બન્ને ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ ધી કોપી રાઈટ એક્ટ 1957ની કલમ-63 ધી ટ્રેડ એન્ડ ટ્રેડ મર્કન્ડાઈઝ એક્ટ 1958ની કલમ- 77,78,79 મુજબ ગુનો નોધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

Crime: રાજકોટ રૂરલ એલ.સી.બી ની ટીમે દરોડો પાડી ૨.૦૯.૨૫૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો

samaysandeshnews

જામનગર અને કાલાવડમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું ભવ્ય સ્વાગત કરાયું

samaysandeshnews

નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદીપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વનું રિહર્સલ યોજાયું

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!