જામનગર : શિક્ષણમંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષ સ્થાને સારસ્વત સન્માન અને મોટી વેશનલ કાર્યક્રમ યોજાયો: કાર્યક્રમમાં જામનગર જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો, સમાજ શ્રેષ્ઠીઓ તેમજ વિદ્યાર્થીઓ મળી ૫૭ સન્માનિતોને સન્માનપત્ર એનાયત કરાયા
દિવસ ઊગે અને બાળકોને શાળા યાદ આવે છે તે પ્રકારે શિક્ષકોએ શાળામાં વાતાવરણ ઊભું કર્યું છે : શિક્ષણમંત્રીશ્રી
જામનગર તા.૩ એપ્રિલ, જામનગર જિલ્લાના શ્રેષ્ઠ કામગીરી કરનાર અને ઉચ્ચ સિદ્ધિ મેળવનાર શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ જિલ્લાની શાળાઓમાં પોતાનું યોગદાન આપનાર સમાજ શ્રેષ્ઠીઓનો સારસ્વત સન્માન અને મોટી વેશનલ કાર્યક્રમ રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, આદિજાતિ વિકાસ વિભાગના મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષ સ્થાને જામનગરના ઓશવાળ સેન્ટરમાં યોજવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
આ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના ૫ વિદ્યાર્થીઓ, ૩૮ આચાર્યો/શિક્ષકો તેમજ ૧૪ સમાજ શ્રેષ્ઠીઓ અને દાતાશ્રીઓ મળી કુલ ૫૭ને મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહેમાનશ્રીઓના હસ્તે સન્માનપત્ર અને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા મહેમાનોનું કૃતિઓ દ્વારા તેમજ પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે,જામનગર જિલ્લાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો,સમાજશ્રેષ્ઠીઓ તેમજ દાતાઓએ કરેલા કાર્ય અને મેળવેલ સિદ્ધિ બદલ હું તમામને અભિનંદન પાઠવું છું. બાલમંદિરના બાળદેવોમાં સંસ્કારોનું સિંચન કરવાથી માંડીને વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ સુધી શિક્ષકો ખૂબ મહેનત કરે છે, સરકારી શાળાઓમાં ઉચ્ચ ડિગ્રી અને યોગ્ય લાયકાત વાળા શિક્ષકોની ભરતી કરવામાં આવે છે. અને વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ મળવાથી સરકારી શાળાઓમાં ૧૦૦% વિદ્યાર્થીઓની હાજરી થઈ છે. દિવસ ઊગે અને બાળકોને શાળા યાદ આવે છે તે પ્રકારે શિક્ષકોએ શાળાઓમાં વાતાવરણ ઊભું કર્યું છે. આપણાં દેશમાં અગાઉ ગુરુકુળમાં વિદ્યાર્થીઓને જ્ઞાન આપવામાં આવ્યું હતું તે પ્રણાલી અને પરંપરા આજે પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે. જામનગર જિલ્લાની આયુર્વેદ યુનિવર્સિટીમાં વિદેશભરના છાત્રો અભ્યાસ કરવા માટે આવે છે.તે વાતનું તમામ ગુજરાતીઓને ગૌરવ હોવું જોઈએ.
સરકાર દ્વારા શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં જ ગુજરાતમાં વ્યાયામ શિક્ષકો અને શાળા સહાયક તરીકે શિક્ષકોની ભરતીની વ્યવસ્થા કરવામાં આવશે. ગુજરાતમાં સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધર્યું છે પરિણામે ૪ લાખ જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. આપણી માતૃભાષા જળવાઈ રહે તે માટે શાળાઓમાં ગુજરાતી ભાષાઓનું જ્ઞાન ફરજિયાત કરવામાં આવ્યું છે. શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતા. શિક્ષકોએ શાળાઓ બોલતી કરી છે તે બાબતનો મને આનંદ છે. શિક્ષણએ રાષ્ટ્રની મોટામાં મોટી સંપતિ છે. જામનગર જિલ્લાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મળીને શિક્ષણ ક્ષેત્રે જામનગરના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે તે બાબતનો મને ગર્વ છે. તેમજ દાતાશ્રીઓ અને સમાજ શ્રેષ્ઠીઓ પણ શાળાઓના વિકાસ માટે અને વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે જે મહેનત કરી રહ્યા છે તે ખરેખર બિરદાવવા લાયક છે. આ કાર્યક્રમમાં ધારાસભ્યો શ્રીમતિ રિવાબ જાડેજા, શ્રી મેઘજીભાઈ ચાવડા તેમજ આગેવાન સર્વશ્રી રમેશભાઈ મૂંગરાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, ધારાસભ્યો શ્રી મેઘજીભાઈ ચાવડા, શ્રીમતી રિવાબા જાડેજા,આગેવાન સર્વશ્રીઓ વિમલભાઈ કગથરા, શ્રી રમેશભાઈ મૂંગરા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી લગધીરસિંહ જાડેજા, નગર શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ કનખરા, પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ, પ્રોબેશનલ આઈએએસ શ્રી પ્રણવ, મહામંત્રીઓશ્રી વિજયસિંહ જેઠવા, મેરામણભાઈ ભાટુ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મધુબેનભટ્ટ, આગેવાનશ્રીઓ, અધિકારીશ્રીઓ, જામનગર જિલ્લાની વિવિધ શાળાના આચાર્યો, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.