Election: જામનગરના દિવ્યાંગ ખેલાડીએ લોકોને મતદાન કરવા અપીલ કરી: વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ લોકો મતદાન કરે અને મતદાન અંગે જાગૃતિ આવે તે માટે ચૂંટણીશાખા દ્વારા વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
જામનગરના દિવ્યાંગ ખેલાડીઓ મતદાન માટે જાગૃત થાય તે હેતુથી ક્રિકેટ બંગલો ખાતે મતદાર જાગૃતિ અને કેળવણી (સ્વીપ) અંતર્ગત દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદાન માટે લોકોને પ્રોત્સાહન આપવા માટે આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટની જામનગર શહેર ટીમના દિવ્યાંગ કેપ્ટન વિવેક મંગી એ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લાના તમામ લોકો અવશ્ય મતદાન લોકશાહીના મહાપર્વમાં ભાગ લે.