Samay Sandesh News
અન્યગુજરાતટોપ ન્યૂઝરાજકારણશહેર

Election: અવસર કેમ્પેઇન અંતર્ગત રાધનપુરના તાલુકાઓમાં મતદાન જાગૃતિ અંગે રેલીનું આયોજન કરાયું

Election: અવસર કેમ્પેઇન અંતર્ગત રાધનપુરના તાલુકાઓમાં મતદાન જાગૃતિ અંગે રેલીનું આયોજન કરાયું: ચૂંટણી જાહેર થયા બાદ રાજ્યભરમાં વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.પાટણ જિલ્લામાં જ્યારે તારીખ 5-12-2022 ના રોજ બીજા તબક્કામાં મતદાન થશે. ત્યારે મતદાનના દિવસે વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કામે લાગ્યું. વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રચાર-પ્રસાર પણ કરવામાં આવી રહ્યો છે.

આ પ્રચાર-પ્રસારના ભાગરૂપે આજરોજ રાધનપુર જિલ્લામાં અવસર કેમ્પેઇન અંતર્ગત અલગ અલગ વિસ્તારોમાં મતદાન જાગૃતિ અંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદિપ સિંહ રાઠોડની અધ્યક્ષતામાં મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. ઝીલવાણા ગામે આજરોજ નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદિપ સિંહ રાઠોડની અધ્યક્ષતામાં ગ્રામજનો સાથે બૂથ અવેરનેસ ગૃપની મીટીંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ. જેમાં ગ્રામજનોને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા અને મતદાનનું શુ મહત્વ છે તે સમજાવીને મતદાન કરવા માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.

જેના ભાગરૂપે આજરોજ રાધનપુર જિલ્લામાં અવસર કેમ્પેઇન અંતર્ગત અલગ અલગ વિસ્તારોમાં મતદાન જાગૃતિ અંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદિપ સિંહ રાઠોડની અધ્યક્ષતામાં મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમજ ઝીલવાણા ગામે નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદિપ સિંહ રાઠોડની અધ્યક્ષતામાં ગ્રામજનો સાથે બૂથ અવેરનેસ ગૃપની મીટીંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ. જેમાં ગ્રામજનોને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા અને મતદાનનું શુ મહત્વ છે તે સમજાવીને મતદાન કરવા માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. ઝીલવાણા ગામમાં શપથ વિધિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ શપથ વિધિમાં ગ્રામજનો, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.

 

ઝીલવાણા ગામે આયોજિત મતદાન જાગૃતિ કાર્યક્રમમાં ગ્રામજનોને સંકલ્પ પત્રો આપવામાં આવ્યા હતા તેમજ 80 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વયોવૃદ્ધોને મતપત્ર દ્વારા મતદાન કરવા માટેના પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા હતા. આજરોજ રાધનપુરમાં આયોજિત મતદાન જાગૃતિના કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદિપ સિંહ રાઠોડ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા..

Related posts

હળવદમા માલણીયાદમા ઈશનપુર ફીડરના તણખલાએ 12 ખેડુતોને પહોચાડ્યું નુકસાન

samaysandeshnews

Surat: અદાણી ફાઉન્ડેશનનાં પ્રોજેકટ હેઠળ રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી

cradmin

ટેકનોલોજી: ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતરતાની સાથે જ 2.06 ટન ચંદ્રની માટીને ઉડાવી દે છે

cradmin

Leave a Comment

error: Content is protected !!