Samay Sandesh News
અન્યગુજરાતટોપ ન્યૂઝરાજકારણશહેર

Election: સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ ચૂંટણી અંગેની જાહેરાતો ટી.વી. ચેનલો તથા ખાનગી ચેનલોમાં પ્રસારીત કરવા પર નિયમન કરવા અંગે જાહેરનામુ બહાર પડાયુ

Election: સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ ચૂંટણી અંગેની જાહેરાતો ટી.વી. ચેનલો તથા ખાનગી ચેનલોમાં પ્રસારીત કરવા પર નિયમન કરવા અંગે જાહેરનામુ બહાર પડાયુ: ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ યોજવાનું જાહેર કરેલ છે. સદરહુ વિધાનસભા ચૂંટણી અન્વયે રાજકીય પક્ષો, ઉમેદવારો તેમજ તેમના કાર્યકરો દ્વારા આદર્શ આચારસંહિતા તથા ચૂંટણી કાયદાનો ભંગ થતો હોય તેવી રાજકીય પ્રકારની તથા ચૂંટણીને સ્પર્શતી હોય તેવી જાહેરાતો ટી.વી. ચેનલો તથા ખાનગી ચેનલોમાં પ્રસારીત કરાવવામાં આવતી હોય છે. જેનું નિયમન કરવા માટે નામ. સુપ્રિમ કોર્ટના તા.૧૩/૪/ર૦૦૪ના આદેશ મુજબ ચૂંટણી અંગેની જાહેરાતો ટી.વી. ચેનલો તથા ખાનગી ચેનલોમાં પ્રસારીત કરવા પર નિયમન કરવું જરૂરી જણાય છે.


આથી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની (૧૯૭૪નો બીજો અધિનિયમની) કલમ-૧૪૪ અન્વયે મળેલ સતાની રૂઈએ ફરમાવવામાં આવેલ છે કે, સદરહુ વિધાનસભા ચૂંટણી અન્વયે રાજકીય પક્ષો, ઉમેદવારો તેમજ તેમના કાર્યકરો દ્વારા આદર્શ આચારસંહિતા તથા ચૂંટણી કાયદાનો ભંગ થતો હોય તેવી જાહેરાતો ટી.વી. ચેનલો તથા ખાનગી ચેનલો, રેડીયો, કેબલ ટી.વી. નેટવર્ક, ખાનગી એફ.એમ. ચેનલમાં પ્રસારીત ના થાય તે માટે ચૂંટણી પ્રચાર કરવા ઈચ્છતા રાજકીય પક્ષો, ઉમેદવારો કે તેમના કાર્યકરોએ ઝીંગલ્સ, જાહેરાત કે જે દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમોનો ઉપયોગ કરતી હોય તે જાહેરાતોને ટેપ/ સી.ડી. અને પ્રમાણિત કરેલ ટ્રાન્સ સ્ક્રીપ્ટ સાથે મિડીયા સર્ટીફીકેશન અને મોનીટરીંગ કમિટી (એમ.સી.એમ.સી.)ના સભ્ય સચિવશ્રી, નાયબ માહિતી નિયામકશ્રી, ભાવનગરને અરજી કરવાની રહેશે અને એમ.સી.એમ.સી. કમિટી દ્વારા જાહેરાત એપ્રુવ થયા બાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા જાહેરાત પ્રસિધ્ધ કરવા માટે મંજુરી આપવામાં આવશે. આથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની પરવાનગી વગર ટી.વી., રેડીયો, કેબલ ટી.વી. નેટવર્ક તથા ખાનગી એફ.એમ. ચેનલોમાં ચૂંટણી અંગેની જાહેરાત પ્રસારીત કરવી નહીં.

આ જાહેરનામાનું ઉલ્લંધન કરનાર અથવા ઉલ્લંધન માટે મદદ કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા તથા ફોજદારી કામ માંડવા માટે હેડકોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના દરજ્જાનાં અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામું તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.

Related posts

ભાવનગર : ભાવનગર જિલ્લાના શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ રૂ.૧ કરોડ ૧૦ લાખની…

cradmin

સુરતમાં ટ્રેનિયન એક્સપ્રેસમાં ટોય ટ્રેનમાં ભોજન પીરસવામાં આવે છે

samaysandeshnews

સ્પોર્ટ્સ: ભાવનગર વાડો કાઈ કરાટે ચેમ્પિયનશીપ 2023 નું આયોજન સફળતા પૂર્વક સંપન્ન

cradmin

Leave a Comment

error: Content is protected !!