Election: જાહેર નાણાંનો હિસ્સો ધરાવતી તમામ સંસ્થાઓએ આદર્શ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે: આચાર સંહિતાની સૂચનાઓનો ભંગ કરનાર વિરૂદ્ધ ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી હાથ ધરાશે.ભારત ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા વિધાનસભાની સામાન્ય ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ તા.૦૩/૧૧/૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવેલ છે.
આથી તા.૦૩/૧૧/૨૦૨૨ના રોજથી ભારતના ચૂંટણી પંચે બહાર પાડેલ રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે આદર્શ આચાર સંહિતા, અધિકારી/કર્મચારીઓની બદલી પર પ્રતિબંધ સહિતની મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટેની તમામ સૂચનાઓ અમલમાં આવેલ છે.
આ સૂચનાઓનો અમલ રાજ્ય સરકાર, રાજકીય પક્ષો, ઉમેદવારો, સચિવાલયના તમામ વિભાગો, ખાતાઓ, કચેરીઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, બોર્ડ/નિગમો, સહકારી મંડળીઓ વગેરે કે જેમાં જાહેર નાણાંનો જરા પણ હિસ્સો હોય તેવી તમામ સંસ્થાઓએ ચુસ્તપણે કરવાનો રહેશે.
આ સૂચનાઓનો ભંગ કરનાર સામે ભારતનું ચૂંટણી પંચ, નવી દિલ્હી, મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી / ચૂંટણી અધિકારીશ્રી કાર્યવાહી હાથ ધરાશે. આથી આચાર સંહિતા તેમજ મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા સંબંધી ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની સૂચનાઓનો આ ચૂંટણીમાં ચુસ્તપણે અમલ કરવા સર્વેને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.