Election :ચુંટણીના અનુસંધાને વિધાનસભા સ્ટેટીક સર્વેલન્સ ટીમ અને ફ્લાઇંગ સ્કોવડ ટીમમાં કરાયા ફેરફાર: જામનગર જિલ્લાના તમામ પાંચ વિધાનસભા મતદાર વિભાગો માટે જેમને મુખ્ય નિર્વાચિન અધિકારી શ્રી તરફથી, જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી તરફથી, નોડલ અધિકારી શ્રી તરફથી, ચુંટણી અધિકારી / મદદનીશ ચુંટણી અધિકારી તરફથી ચુંટણી વિષયક કામગીરી સોંપવામાં આવેલ હોય અને તે પૈકી જે અધિકારીઓ કે કર્મચારીઓને હોદાની રૂએ કાર્યપાલક મેજિસ્ટ્રેટના અધિકાર મળેલ નથી તેઓ ચૂંટણીની કામગીરી મુક્ત અને ન્યાયી રીતે કરી શકે તે માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની કલમ ૨૧ હેથળ ખાસ મેજિ્ટ્રેટના અધિકારો મળવા પાત્ર થાય છે.
ચુંટણી અધિકારી ૮૦- જામજોધપુર વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી શ્રી લાલપુરના પત્રથી તથા ચુંટણી અધિકારી ૭૯- જામનગર(દક્ષિણ), વિધાનસભા મતદાર વિભાગ અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, જામનગરનાં હુકમથી ફ્લાઇંગ સ્કવોડ અને સ્ટેટીક સર્વેલન્સની ટીમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. અગાઉ ૮૦- જામજોધપુર વિધાનસભા મતદાર વિભાગ માટે સ્ટેટીક સર્વેલન્સ ટીમમાં માર્ગ અને મકાન પેટા સ્ટેટીક સર્વેલન્સ ટીમમાં માર્ગ અને મકાન પેટા
વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી એન.એચ. પટેલની નિમણુક કરવામાં આવી હતી તેના સ્થાને પીજીવીસીએલ, પેટા વિભાગીય કચેરી, સમાણાનાં નાયબ ઇજનેરશ્રી જી. ડી. ખરાડીની નિમણુક કરવામાં આવી છે. તેમજ ૭૯- જામનગર (દક્ષિણ) વિધાનસભા મતદાર વિભાગના ફલાઇંગ સ્કવોડ ટીમમાં અગાઉ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના વ્યાખ્યાતા શ્રી એમ. ડી. બગડાની નિમણુક કરવામાં આવી હતી તેના સ્થાને સરકારી પોલીટેકનીક કોલેજના વ્યાખ્યાતા શ્રી દેવાય ડી. છૈયાની નિમણુક કરવામાં આવી છે.
નવ નિયુક્ત આ કર્મચારીઓને ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકેના સરકારશ્રીએ આપેલ અધિકારો ભોગવવા અધિકૃત કરવામાં આવે છે. તેઓએ આ અધિકારોનો ઉપયોગ ફકત ચૂંટણીલક્ષી કામગીરી માટે જ કરવાનો રહેશે. અને આ અધિકારોનો દુરુપયોગ ન થાય તેની તકેદારી રાખવાની રહેશે. તેમજ તેમણે સબંધિત મતદાર વિભાગના ચુંટણી અધિકારીશ્રીની સૂચના મુજબ ફરજો બજાવવાની રહેશે. તેમ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ડૉ. સૌરભ પારઘીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.