Samay Sandesh News
ગુજરાતચૂંટણીટોપ ન્યૂઝરાજકારણશહેર

Election: ચૂંટણી કામગીરી સંદર્ભે વીડિયો કોંફરન્સના માધ્યમથી સર્વગ્રાહી સમીક્ષા કરતાં મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી પી.ભારતી

Election: ચૂંટણી કામગીરી સંદર્ભે વીડિયો કોંફરન્સના માધ્યમથી સર્વગ્રાહી સમીક્ષા કરતાં મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી પી.ભારતી: વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ને લઈને આજરોજ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી પી.ભારતીના અધ્યક્ષ સ્થાને ચૂંટણી સંદર્ભે કામગીરી અંગે વીડિયો કોંફરન્સના માધ્યમથી સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. જેમાં દરેક જિલ્લાના ચૂંટણી અધિકારીશ્રીઓ જોડાયા હતા.


આ તકે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી પી.ભારતીએ દરેક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ સાથે સુરક્ષા બંદોબસ્ત, વેબ કાસ્ટિંગ, બુથ મેનેજમેન્ટ, મતદાન માટે સવેતન રજા, મતદારો માટે મતદાન મથક ઉપર આનુસંગિક સુવિધાઓ સહિતના દરેક પાસાઓ પર વિગતવાર ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ વીડિયો કોન્ફરન્સમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરુણ મહેશ બાબુ, રાજકોટ મ્યુ. કમિશ્નરશ્રી અમિત અરોરા, પ્રાદેશિક મ્યુ. કમિશ્નરશ્રી ધીમંત કુમાર વ્યાસ, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોર, ડી.સી.પી. ક્રાઈમશ્રી પાર્થરાજ ગોહિલ, નાયબ મ્યુ. કમિશ્નરશ્રીઓ આશિષ કુમાર, ચેતન નંદાણી, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન ઠક્કર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.જે.ખાચર તેમજ સંબધિત વિભાગીય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

શાહરૂખ ખાનને મોટો ઝટકો, કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી

samaysandeshnews

જેતપુરમાં 178 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેતી પોલીસ

samaysandeshnews

ગુજરાત : ગુજરાતમાં યોજાવા જઈ રહેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવા તમિલનાડુના તન્જાવર સ્ટેટના રાજાશ્રીને રૂબરૂ નિમંત્રણ આપતા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયા

cradmin

Leave a Comment

error: Content is protected !!