Samay Sandesh News
અન્યગુજરાતટોપ ન્યૂઝરાજકારણશહેર

Election: મતદાન જાગૃતિ હેતુ શહેરના વિવિધ સ્થળોએ સિગ્નેચર બોર્ડ તથા સેલ્ફી પોઈન્ટ મુકવામાં આવ્યા

Election: મતદાન જાગૃતિ હેતુ શહેરના વિવિધ સ્થળોએ સિગ્નેચર બોર્ડ તથા સેલ્ફી પોઈન્ટ મુકવામાં આવ્યા: જિલ્લા સેવાસદન ખાતે આવતા નાગરિકોને આ બોર્ડ પર સિગ્નેચર કરી, મતદાન કરવા અનુરોધ કરતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી  તા.૧ ડિસેમ્બરના રોજ યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાનમાં જામનગર જિલ્લાના મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરે અને મતદાનમાં અવશ્ય ભાગ લે તેવા ઉદ્દેશ્યથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ‘સિગ્નેચર કેમ્પેઈન’ શરુ કરવામાં આવ્યું છે.

આજે જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ડો.સૌરભ પારધીની પ્રેરક ઉપસ્થિતમાં ‘હું મતદાન કરીશ’ સિગ્નેચર કેમ્પેઇનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સિગ્નેચર કેમ્પેઈનમાં સહભાગી થતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જામનગર જિલ્લાના મતદારોને સો ટકા મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યુ કે, કલેક્ટર કચેરીએ આવતા અરજદારો આ સાઈનબોર્ડ પર સિગ્નેચર કરી અને મતદાન કરવાનો સંકલ્પ લે.

જિલ્લાના મતદારો ઉત્સાહપૂર્ક મતદાન કરે અને મતદાનની જાગૃત્તિ પ્રસરે તેવા હેતુથી શહેરના વધુ અવર જવર વાળા મુખ્ય સ્થળોએ પણ આ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આ તકે અધિક નિવાસી કલેક્ટરશ્રી બી.એન.ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ચૌધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કલ્પના ગઢવી, સ્વિપ નોડલ શ્રી ફોરમ કુબાવત વગેરેએ સિગ્નેચર બોર્ડમાં સિગ્નેચર કરી મતદાન કરવાના શપથ લીધા હતા.

Related posts

ઉત્તરાયણમાં વાહનચાલકોને પતંગના દોરાથી રક્ષણ માટે વિનામૂલ્યે સેફ્ટીબેલ્ટ વિતરણ ઝુંબેશનો પ્રારંભ.

samaysandeshnews

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના છમીશા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

samaysandeshnews

સુરત: હીરા ગીરા રે સુરત કે બાઝાર મેં… ડાયમંડ શોધવા લોકોની પડાપડી

cradmin

Leave a Comment

error: Content is protected !!