Election: વિદ્યાર્થીઓએ ગામોમાં નાટક રજૂ કરીને નાગરિકોને મતદાન કરવા કરી અપીલ:
અવસર લોકશાહીનો અભિયાન અને સ્વીપ પ્રવૃતિ અંતર્ગત રાજ્ભરમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ને અનુલક્ષને વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વિવિધ કાર્યક્રમો થકી લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પાટણ જિલ્લામાં રોજબરોજ સ્વીપ પ્રવૃતિ અંતર્ગત વિવિધ દરેક તાલુકામાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે,ત્યારે જિલ્લાના દરેક તાલુકામાં શાળાના બાળકો દ્વારા નાટક રજૂ કરીને મતદાન અંગે સંદેશો પાઠવવામાં આવ્યો હતો.
આગામી તા.05.12.2022 રોજ પાટણ જિલ્લામાં બીજા તબક્કામાં મતદાન થવાનું છે. જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સુપ્રિતસિંઘ ગુલાટીની અધ્યક્ષતામાં ચૂંટણીતંત્ર દ્વારા વિવિધ માધ્યમો દ્વારા પ્રચાર-પ્રસાર કરીને મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જિલ્લાના તમામ તાલુકાની ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારની શાળાના બાળકોએ મતદાનની અંગે લોકોમાં જાગૃતા આવે તેવા નાટકની કૃતિઓ રજૂ કરીને મતદાનનો સંદેશો લોકો સુધી પહોંચાડ્યો હતો. વધુમાં વધુ મતદાન કરવા માટે બાળકો દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી. ‘’લોકતંત્રનો ભાગ્ય વિધાતા હોય છે મતદાતા, આવો સૌ કિમતી મતનો ઉપયોગ કરીએ’’ વગેરે સુત્રોની સાથે શાળાના બાળકોએ શાળા તેમજ ગામોમાં જઈને નાટ્ય કૃતિ રજૂ કરી હતી. બાળકોએ ગામડાઓના મુખ્ય માર્ગો પર જઈને તેમજ શાળામાં નાટકની કૃતિ રજૂ કરી હતી. ગ્રામજનો તેમજ શહેરીજનો આ નાટક જોવા માટે આવ્યા હતા અને લોકશાહીના અવસરમાં મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો હતો.
જિલ્લામાં સ્વીપ પ્રવૃતિ અંતર્ગત વિવિધ ગામડાઓમાં શાળાના બાળકો પણ મતદાન કરવા માટે લોકોને પ્રેરિત કરી રહ્યા છે. જિલ્લાના દરેક તાલુકામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોની શાળાના બાળકોને શિક્ષકો સ્વીપ પ્રવૃતિ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ કરવા માટે તૈયાર કરી રહ્યા છે. ત્યારબાદ બાળકો ગામડાઓના મુખ્ય માર્ગો પર અથવા શાળામાં જ પ્રવૃતિઓ કરીને નાગરિકોને મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે. શાળા પરિવાર દ્વારા બાળકોને લોકશાહીના આ પર્વનું મહત્વ સમજાવવા તેમજ બાળકો થકી વાલીઓ અને અન્ય નાગરિકોને પણ મતદાનનું મહત્વ સમજાવવા અંગે જાણકારી આપવાના ઉદેશ્ય સાથે સ્વીપ પ્રવૃતિ અંતર્ગત રંગોળી સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વગેરે જેવી પ્રવૃતિઓ કરીને જિલ્લાના તમામ નાગરિકોને તા.05.12.2022 ના રોજ પોતાના મતધિકારનો ઉપયોગ કરવા માટે સમજણ આપવામાં આવી રહી છે