Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝરાજકારણશહેર

Election: આંગણવાડી કર્મચારીઓ દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજાઈ

Election: આંગણવાડી કર્મચારીઓ દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજાઈ: ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ યોજાવા જઈ રહી છે ત્યારે મહત્તમ લોકો મતદાન કરવા માટે જાગૃત બને, તે હેતુને ધ્યાનમાં રાખીને ચૂંટણી વિભાગ જામનગર દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે.

પ્રદર્શન ગ્રાઉન્ડ, જામનગર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી ડો. સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ આઇ.સી.ડી.એસ. વિભાગ, જામનગર મહાનગર પાલિકા અને જામનગર ગ્રામ્ય આંગણવાડી (ઘટક ૧ અને ૨)ના સંયુક્ત ઉપક્રમે મતદાન જાગૃતિ રેલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સિટી મામલતદારશ્રી વી.આર. માંકડિયાએ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. કાર્યક્રમમાં આંગણવાડી કર્મચારીશ્રીઓ દ્વારા મતદાન જાગૃતિ વિષય અંતર્ગત અલગ અલગ સૂત્રો લખેલા બેનર્સ, હોર્ડિંગ દર્શાવવામાં આવ્યા હતા. પ્રદર્શન ગ્રાઉન્ડથી ટાઉનહોલ સુધી ૩૫૦થી વધુ આંગણવાડી કર્મચારીઓ દ્વારા લોકોમાં મતદાન જાગૃતિ આવે તેમજ પોતાના મતાધિકારથી અવગત બને તે હેતુસર મતદાન જાગૃતિ ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી.

કાર્યક્રમમાં મામલતદાર(સિટી) શ્રી વી.આર. માંકડીયા, નોડલ ઓફિસરશ્રી ફોરમબેન કુબાવત, પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી એચ.એન. વાળા, જામનગર મનપા ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસરશ્રી ડો. એચ.કે. ગોરી, જાડા ટાઉન પ્લાનિંગ ઑફિસરશ્રી દીપકભાઈ વી. નિમાવત, આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફીસરશ્રી બીનલબેન સુથાર, સી.ડી.પી.ઓ. શ્રી ઝરણાબેન પંડ્યા, સી.ડી.પી.ઓ. શ્રી અંજનાબેન ઠુંમર તેમજ અન્ય આંગણવાડી કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

Related posts

જામનગરના પિન્ક ફાઉન્ડેશન દ્વારા મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ‘શિવ શક્તિ અને સાધના’ ના ભવ્ય ઉત્સવ નું આયોજન

samaysandeshnews

સુરતમાં અડાજણ રોડ ઘોરણ ચાર નાં વિદ્યાર્થીઓના દાદા- દાદી અને નાના-નાની ને વડીલ વંદના નાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

samaysandeshnews

Crime: સુરત શહેરમાં વિવિધ ગુનાઓમાં પકડાયેલાં આરોપીઓને પરેડ ગ્રાઉન્ડ ખાતે એકઠાં કરાયાં

cradmin

Leave a Comment

error: Content is protected !!