Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝરાજકારણશહેર

Election: નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા આજથી ‘અવસર રથ’ ફરશે

 

Election: નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા આજથી ‘અવસર રથ’ ફરશે: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માં મતદાનની ટકાવારી અને નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા ‘અવસર લોકશાહીનો’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યમાં ગત ચૂંટણીઓમાં પ્રમાણમાં જ્યાં ઓછું મતદાન થયું હતું તેવા ૨૦૨૨ મતદાન મથકોને ધ્યાનમાં લઈને આ વિસ્તારોમાં નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા ‘મિશન-૨૦૨૨’ હાથ ધરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં તા. ૩ નવેમ્બર થી ૧૭ નવેમ્બર દરમિયાન ‘અવસર રથ’ ફરશે અને મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયત્નો કરશે.

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ આજે ગાંધીનગર કલેકટર કચેરી ખાતેથી ‘અવસર રથ’ને પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે  અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્ય, ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે., મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના શ્રી રિન્કેશ પટેલ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  વલસાડ, સુરત, વડોદરા, પંચમહાલ, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, રાજકોટ, જામનગર અને ભાવનગર એમ કુલ ૧૧ ઝોનમાં ૧૧ ‘અવસર રથ’ ફરશે. ૧૭ મી નવેમ્બર સુધી આ ‘અવસર રથ’ નિયત રૂટ ઉપર  ફરીને મતદાન જાગૃતિનું કાર્ય કરશે.

‘અવસર લોકશાહીનો’ ના ‘મિશન-૨૦૨૨’ અંતર્ગત મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ઓછુ મતદાન થવા પાછળના સંભવિત કારણો શોધીને સુધારાત્મક ઉપાયો કરવામાં આવ્યા છે. એટલું જ નહીં આગામી ચૂંટણીમાં આવા મતદાન મથકો ઉપર મતદાનની ટકાવારી વધે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

 

‘અવસર લોકશાહીનો’ અંતર્ગત બૂથ લેવલ ઑફિસર કક્ષા સુધી ‘ચુનાવ પાઠશાલા’ની બેઠકો કરવામાં આવી છે. ૫૧,૭૮૨ મતદાન મથકોએ આવી બેઠકો કરવાનું આયોજન છે. બૂથ લેવલ અધિકારીઓ દ્વારા સ્થાનિક કક્ષાએ વ્હોટસએપ ગ્રુપ બનાવીને, સ્થાનિક કક્ષાએ વ્હોટસએપ ગ્રુપમાં જોડાઈ મતદાન અંગે જાગૃતિ લાવવા  પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

શાળાઓ-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને આગામી ચૂંટણીમાં મતદાન કરવા અંગેના સંદેશા પાઠવવામાં આવ્યા છે. સોસાયટીના ચેરમેન, સંચાલકોને સોસાયટીના તમામ સભ્યો આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા પ્રેરણા આપે એ અંગે પત્ર લખીને અપીલ કરવામાં આવી છે.

 

Related posts

ધાર્મિક: આજથી પિતૃપક્ષ શરૂ થાય છે, આ 10 નિયમો ધ્યાનમાં રાખો… ભૂલથી પણ કોઈ ભૂલ ન કરો

cradmin

સુત્રાપાડાના કોમ્યુનિટી હોલ ખાતે ગીર સોમનાથ જિલ્લા પત્રકાર એકતા સંગઠનની બેઠક યોજાઈ

samaysandeshnews

ક્રાઇમ: પાલનપુર તાલુકા પો.સ્ટે.મા બનેલ સોનાની લુંટના ગુન્હામાં મુખ્ય ટીપ આપનાર આરોપીને ગણતરીના દિવસોમા ઝડપી પાડતી એસ.ઓ.જી. ટીમ પાટણ

cradmin

Leave a Comment

error: Content is protected !!