Election: પોલિંગ સ્ટેશન અને સ્ટ્રોંગ રૂમની મુલાકાત લેતાં જેતપુર વિધાનસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વરશ્રી શિલ્પા ગુપ્તા: રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા થઈ રહેલ ચૂંટણી પ્રક્રિયાની કામગીરીની દેખરેખ માટે દરેક વિધાનસભા મત વિસ્તાર દીઠ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત થયેલાં જનરલ ઓબ્ઝર્વરશ્રીઓ રાજકોટ આવી પહોંચ્યા છે.
ત્યારે ૭૪ જેતપુર વિધાનસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વરશ્રી શિલ્પા ગુપ્તાએ ૭૪ જેતપુર બેઠકમાં સમાવિષ્ટ પોલિંગ સ્ટેશનોની મુલાકાત લીધી હતી.જનરલ ઓબ્ઝર્વરશ્રી શિલ્પા ગુપ્તાએ ૭૪ જેતપુર બેઠકના જામકંડોરણા, બોરીયા, દૂધીવદર, નાના ભાદરા, કેરાલી, પાંચ પીપળીયા, પેઢલા સહિતના ગામોમાં પોલિંગ સ્ટેશન તેમજ સ્ટ્રોંગરૂમની મુલાકાત લીધી હતી. તેમજ પોલિંગ સ્ટેશનોમાં રેમ્પ, પાણીની વ્યવસ્થા, શૌચાલય, ઇલેક્ટ્રિસિટી, મતદારો માટે મંડપની વ્યવસ્થા સહિતની આનુસંગિક વ્યવસ્થાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું તેમજ ક્રિટિકલ પોલિંગ સ્ટેશનોની પણ મુલાકાત લીધી હતી અને કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.