Election: ધંધુકા ના યુવા ઉમેદવાર હરપાલસિહ ચુડાસમા એ આજે વિશાળ રેલી ના સ્વરુપ માં ધંધુકા પ્રાત કચેરી ખાતે પોતાની ઉમેદવારી ફોમ ભરી કોંગ્રેસમાંથી પોતાની ઉમેદવારી નોધાવી: કોંગ્રેસ ના યુથ આઈકન અને યુવાકોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુંડાસમા આજે પોતના સમર્થકો સાથે ધંધુકા ની પ્રાંત કચેરીએ પોતની ઉમેદવારી નોધાવા પહોચ્યા હતા.સીટીગ ધારાસભ્ય ની ટીકીટ કપાતા તેમના સમર્થકો માં પહેલા થોડો રોષ જોવા મળ્યો હતો.
પરંતુ અંતે ધી ની ઠાંમમા ધી
ઢોળાઈ ગયુ હતુ અને દરેક કોંગ્રેસી કાર્યકર્તાઓ રાણપુર, બરવાળા, ધોલેરા અને ધંધુકા થી વિશાળ સંખ્યામાં ધંધુકા ખાતે આવેલ ધર્મનંદન કોમ્પલેક્ષ પાસે આવી પહોચ્યા હતા ત્યા સૌએ હરપાલસિંહ ને અભીનંદન પાઠવ્યા હતા તો હરપાલસિંહ એ જણાવ્યુ હતુ કે તે આ પંથક નો દિકરો છે અને અહી ના પાયા ના પ્રશ્નો થી તે પોતે અજાણ નથી, ધંધુકા ના પ્રાણ પ્રશ્ન જેવાકે કોલેજ, દવાખાનું , ખેડુત, જીઆઈડીસી તથા ધોલેરા સરના પ્રશ્નો જનતા ને સાથે રાખી ઉકેલવાની બાહેંધરી આપી હતી.વધુમા જણાવ્યુ કે જો ગુજરાત કોંગ્રેસ ને ધંધુકા વિસ્તારમાંથી ત્રણ ત્રણ ધારાસભ્ય મળી શક્તા હોય તો ભાજપ ને કેમ નથી મળતા એમ કહી ભાજપ ની મનશા પર સવાલ ઉઠાવ્યા હતા. અને ધંધુકા ની જનતા પોતાના આ દિકરા ને વધુ મા વધુ મતો થી જીતાડશે આવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ત્યારબાદ વિશાળ કાર્યકર્તાઓ સાથે રેલી ના સ્વરુપમા હરપાલસિંહ નો કાફલો પોતાની ઉમેદવારી નોંધાવા પહોચ્યો હતો જ્યા બજારમાં વેપારીઓ દ્રારા ફુલ હાર થી પોતના સ્થાનિક ઉમેદવાર નું સ્વાગત કર્યુ હતુ તો હરપાસિંહએ ધંધુકા ના સંત શ્રી પુનિત મહારાજ ની પ્રતિમાએ ફુલ હાર ચડાવીને આશિર્વાદ લીધા હતા ત્યારબાદ પોતની ઉમેદવારી ધંધુકા પ્રાત કચેરી ખાતે નોંધાવી હતી.