Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝરાજકારણરાજકોટશહેર

Election: કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજકોટ જિલ્લાની આઠેય વિધાનસભા બેઠકો માટે ચાર ખર્ચ-નિરિક્ષકો નિયુક્ત

Election: કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજકોટ જિલ્લાની આઠેય વિધાનસભા બેઠકો માટે ચાર ખર્ચ-નિરિક્ષકો નિયુક્ત: રાજકોટ જિલ્લાની આઠેય વિધાનસભા બેઠકો માટે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ચાર ખર્ચ-નિરિક્ષકોની નિયુક્તિ કરવામાં આવી છે. આ ચાર ખર્ચ-નિરિક્ષક અધિકારીશ્રીઓએ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુની ઉપસ્થિતિમાં, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી હતી.


૬૮-રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક તેમજ ૭૧-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક (અનુસૂચિત જાતિ) માટે શ્રી જનાર્દન એસ. (મો.૭૪૩૩૦ ૦૦૧૬૮) જ્યારે ૬૯-રાજકોટ પશ્ચિમ બેઠક તથા ૭૨-જસદણ બેઠક માટે બાલાક્રિષ્ના એસ. (મો.૭૩૩૩૦ ૦૦૧૬૯) નિયુક્ત થયા છે. ૭૦-રાજકોટ દક્ષિણ બેઠક તથા ૭૩-ગોંડલ બેઠક માટે શ્રી શૈલેન સમદર (મો.૭૪૩૬૦ ૦૦૧૭૦) જ્યારે ૭૪-જેતપુર વિધાનસભા બેઠક તથા ૭૫-ધોરાજી બેઠક માટે શ્રી અમિતકુમાર સોની (મો.૭૩૩૩૦ ૦૦૧૭૪) નિયુક્ત થયા છે.


આ તકે ખર્ચ નિરિક્ષકશ્રી જનાર્દન એસ.એ આઠેય વિધાનસભા બેઠકના રિટર્નિંગ ઓફિસરો અને આસિસ્ટન્ટ એક્સપેન્ડિચર ઓફિસર પાસેથી તેમના દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરી-તૈયારી અંગેની માહિતી મેળવી હતી.
જિલ્લા ચૂંટણી-ખર્ચના નોડલ અધિકારીશ્રી દેવ ચૌધરીએ ચૂંટણી પ્રચારના ખર્ચ તેમજ ઉમેદવારોના ખર્ચ સંબંધે અત્યાર સુધી થયેલા આયોજન અને તંત્ર દ્વારા ખર્ચ પર નજર રાખવા માટે ગોઠવાયેલી વ્યવસ્થાઓ, ટીમ સહિતની માહિતી આપી હતી. આ બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.જે. ખાચર, અધિક પોલીસ કમિશનરશ્રી સૌરભ તોલંબિયા, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોર, ઈનકમટેક્સ તેમજ જી.એસ.ટી. વિભાગ વગેરેના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ટેકનોલોજી: ઓપનએઆઈએ ચેટજીપીટીમાં વેબ બ્રાઉઝિંગ વિકલ્પ શરૂ કર્યો, તેની ક્ષમતાઓને વધુ વિસ્તારી, જાણો વિગતો

cradmin

ટેકનોલોજી: શિવ શક્તિ પોઈન્ટ ગરમ થતાં ઈસરો વિક્રમ લેન્ડર તરફથી સિગ્નલ કન્ફર્મેશનની રાહ જોઈ રહ્યું છે

cradmin

રાષ્ટ્ર-ધર્મ વિરોધી પ્રવૃત્તિ કરનારને વળતો જવાબ આપવાની તૈયારી બતાવતી હિન્દુ સેના

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!