Election: લોકશાહીમાં મતદાન એ હક્ક અને અધિકાર સાથે આપણી નૈતિક ફરજ પણ છે: વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈને સમગ્ર તંત્ર દ્વારા જ્યારે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે રાજકોટના આઠેય મતવિસ્તારમાં લોકોમાં મત આપવા અંગેની જાગૃતિ કેળવાય તે માટે વિવિધ પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
જેના ભાગ રૂપે એક નવતર પહેલ અન્વયે લોકોમાં મતદાનનું મહત્વ સમજાવતા એક નવતર પહેલ અન્વયે ટ્રાન્સજેન્ડર સમૂહદયના રાગિણી પટેલને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં આઈકોન તરીકે નિયુક્ત કરાયા છે. જેઓ લોકો વચ્ચે જઈને તેઓને મતદાન અંગેની જાગૃતિ અને એક એક મતનું મહત્વ સમજાવવાની કામગીરી કરી રહ્યા છે.
લોકશાહીના અવસરમાં દરેક નાગરિક સગર્વ જોડાય અને મતદાન કરવા જેવા પાવન અને નૈતિક ફરજને અદા કરી આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં પોતાનું યોગદાન નોંધાવે તે અંગેની અપીલ કરવામાં આવી છે