Samay Sandesh News
ગુજરાતચૂંટણીજામનગરટોપ ન્યૂઝશહેર

જામનગર : મતદારયાદી સુધારણા કાર્યક્રમ ૨૦૨૩

જામનગર  : મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ અંતર્ગત: જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી બી. એ શાહના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઇ

મતદાર યાદીમાં સુધારો કરાવવા લોકો સુધી જાણકારી પહોંચે તે માટે મીડિયાની ભૂમિકા મહત્વની : કલેક્ટરશ્રી

તા.૧૬ અને તા.૨૩ એપ્રિલને મતદાર યાદી સુધારણા માટે ખાસ ઝુંબેશના દિવસો જાહેર કરવામાં આવ્યા

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

જામનગર તા.૧૨ એપ્રિલ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી બી. એ. શાહના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હૉલ ખાતે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા.૫-૪-૨૦૨૩ થી તા.૨૩-૪-૨૦૨૩ સુધી જાહેર કરવામાં આવેલ છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ માટે આગામી તા.૧૬-૦૪-૨૦૨૩ રવિવાર તથા ૨૩-૦૪-૨૦૨૩ રવિવારને ખાસ ઝુંબેશના દિવસો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જે દિવસોએ તમામ મતદાન મથકો કાંટે સવારે ૧૦:૦૦ થી સાંજે પ:૦૦ વાગ્યા સુઘીમાં બી.એલ.ઓ.શ્રીના રૂબરૂ ફોર્મ ભરી જમા કરાવી શકાશે.

કલેક્ટરશ્રી એ જણાવ્યું હતું કે, જે યુવાઓની ઉંમર તા.૧-૦૪-૨૦૨૩ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ થાય છે તે તમામ યુવાઓ મતદાર યાદીમાં પોતાનું નામ દાખલ કરવા માટે અરજી કરી શકશે. આ ઉપરાંત જે યુવાઓની ઉંમર ૧ જુલાઇ ૨૦૨૩ કે ૧ ઓકટોબર ૨૦૨૩ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ થાય છે તેવા તમામ યુવાઓ મતદાર યાદીમાં પોતાનું નામ દાખલ કરવા માટે અરજી કરી શકશે. જે અરજી પર આગામી જુલાઇ તથા ઓકટોબર માસમાં નિર્ણય કરવામાં આવશે. કલેક્ટરશ્રી એ વધુમાં જણાવ્યું હતું કે લોકોને મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અંગે જાણકારી મળી રહે અને વધુમાં વધુ લોકો મતદાર યાદીમાં નામ નોંધણી, કમી કે સુધારા કરવી શકે તે અંગે લોકોને માહિતી પહોંચી શકે તે માટે મીડિયાની ભૂમિકા મહત્વની છે.

તા.૧-૪-૨૦૨૩ની લાયકાતની તારીખના સંદર્ભમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ ડ્રાફ્ટ રોલ-૨૦૨૩ મુજબ જામનગર જિલ્લામાં કુલ ૧૨,૦૪,૨૦૭ મતદારો નોંધાયા છે. જે પૈકી ૬,૧૭,૮૫૫ પુરુષ મતદારો, ૫,૮૬,૩૩૯ સ્ત્રી મતદારો અને અન્ય ૧૩ મતદારો નોંધાયા છે. તા.૨૩-૦૪-૨૦૨૩(રવિવાર) સુઘી મતદારયાદીમાં તમારું નામ દાખલ કરવા, કમી કરવા કે વિગતો સુઘારા માટે અરજી કરી શકાશે. આ માટે તા.૦૧/૦૪/૨૦૨૩ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરતાં તમામ યુવા નાગરિકો માટે મતદારયાદીમાં પ્રથમ વખત જ નામ દાખલ કરી નવા મતદાર તરીકે નામ નોંઘણી કરવા માટે ફોર્મ નં.૬, મતદારયાદીમાંથી મૃત્યુના કારણે નામ કમી કરાવવા કે નવા દાખલ કરનાર નામ સામે વાંઘો લેવા માટે ફોર્મ નં. ૭, રહેઠાણનું સ્થળાંતર, મતદારયાદીની વિગતોમાં સુઘારા માટે, જુનું EPIC બદલાવવા માટે કે દિવ્યાંગ મતદાર તરીકે નોંઘ કરાવવા માટે ફોર્મ નં.૮ ભરી શકો છો. તેમજ ચૂંટણીકાર્ડ સાથે આઘાર કાર્ડ લિંક કરવા માટે ફોર્મ નં.૬-ખ ભરી શકો છો. જેની ઉંમર તા.૦૧ ઓકટોબર, ૨૦૨૩ સુધીમાં ૧૮ વર્ષ થતી હોય તે મતદારયાદીમાં નામ નોંધણી માટે અરજી કરી શકશે. પરંતુ નામ લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીમાં નોંધાશે.

મતદારયાદીમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરવા Voter Helpline Moblie Appથી, www.nvsp.in , તથા www.voterportal.eci.gov.in, www.voters.eci.in વેબસાઈટ દ્વારા ઘરબેઠાં ઓનલાઈન જ ફોર્મ ભરી શકાશે. જામનગર જિલ્લામાં લાયકાત ધરાવતા તમામ યુવાઓ પોતાનું નામ મતદાર યાદીમાં દાખલ કરે તે માટે કલેક્ટરશ્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી.

Related posts

જામનગર : રણમલ તળાવ ખાતે આવેલ સંગ્રહાલયમાં તા.૨૬ ફેબ્રુઆરી સુધી “પોટ્રેઇટ એક્શિબિશન” નું આયોજન

samaysandeshnews

જામનગર નજીક ઢીંચડા ગામના ૬૩ વર્ષીય ખેડુત બુઝુર્ગ ને ગાય એ હડફેટમાં લેતાં ઇજાગ્રસ્ત બન્યા પછી સારવાર દરમિયાન અપમૃત્યુ

cradmin

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે સિદ્ધપુરનો તાલુકા કક્ષાનો કલા મહાકુંભ-2021 યોજાયો

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!