Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

જામનગર : સમગ્ર શિક્ષા- જામનગર અને આઈ. ઈ. ડી. યુનિટ દ્વારા ‘વિશ્વ ડાઉન સિન્ડ્રોમ ડે’ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

જામનગર : સમગ્ર શિક્ષા- જામનગર અને આઈ. ઈ. ડી. યુનિટ દ્વારા ‘વિશ્વ ડાઉન સિન્ડ્રોમ ડે’ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો: કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોને રંગપૂરણી, ચિત્ર આલેખન જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવમાં આવી

જામનગર તા. 23 માર્ચ, સંયુક્ત રાષ્ટ્ર પરિષદ (U. N.) દ્વારા તારીખ 21 મી માર્ચને ‘વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે’ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. દર વર્ષે આ દિવસના અનુક્રમે સમગ્ર વિશ્વમાં ડાઉન સિન્ડ્રોમ જીનેટિક ડિસઓર્ડર અંગે જાગૃતિ ફેલાવવા માટે વિવિઘ કાર્યક્રમો યોજાતા હોય છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

જે અંતર્ગત, ગત તા. 21મી માર્ચના રોજ જામનગર જિલ્લામાં આવેલા જામનગર અને ધ્રોલ તાલુકામાં આ બીમારી ધરાવતા દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓને આ જીનેટિક ડિસઓર્ડર વિશે ફીઝીયો થેરેપી સેશન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ દિવ્યાંગ બાળકોને રંગપૂરણી, ચિત્ર આલેખન, ફિંગર કલર પેઈન્ટિંગ, છાપકામ જેવી વિવિઘ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે બાળકોને સ્વાદિષ્ટ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા માટે આ. આઈ. ડી. કો- ઓર્ડીનેટર શ્રી હેમાંગી દવે, જામનગર તાલુકાના બી. આર. સી. કો- ઓર્ડીનેટર શ્રી પ્રજ્ઞાબેન, ધ્રોલ તાલુકાના બી. આર. સી. કો- ઓર્ડીનેટર શ્રી મનીષ ચાવડા, સી. આર. સી.અજય વીરડા અને સ્પેશિયલ એજ્યુકેટર શ્રી કોમલ મુંગરા દ્વારા જહેમત ઉઠાવવમાં આવી હતી.

Related posts

સુરત માં ઇસ્કોન મોલ માં સ્પા ની આડ માં ચાલતો ઘોરખઘંઘો ઝડપાયો

samaysandeshnews

ધોરાજી ના પંચનાથ મહાદેવ મંદિર ખાતે પિતૃ તર્પણ નિમિત્તે લોકો એ પિતૃ તર્પણ કર્યું

samaysandeshnews

જામનગર મહાનગરપાલિકા સંચાલીત સ્થળોમાં આજથી વેક્સિન સર્ટીફીકેટ ફરજિયાત

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!