Samay Sandesh News
ખેતીવાડીગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

જામનગર : જામનગર જિલ્લામાં નિર્માણ પામેલા પ્રથમ કિસાન મોલ થકી ખેડૂતોને આર્થિક ફાયદો થશે

જામનગર : જામનગર જિલ્લામાં નિર્માણ પામેલા પ્રથમ કિસાન મોલ થકી ખેડૂતોને આર્થિક ફાયદો થશે: સહકારી મંડળી દ્વારા કિસાનમોલ બનાવવામાં આવ્યો તેના થકી ખેડૂતોનો મુસાફરી ખર્ચ અને સમય બચશે : હડિયાણા ગામના ખેડૂત નરસિંહ ભાઈ

જામનગર જિલ્લાનો પ્રથમ કિસાન મોલ હડિયાણા ગામે નિર્માણ પામ્યો છે. તાજેતરમાં જ કેબિનેટમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

આ કિસાનમોલમાં ખેતીને લગતી વસ્તુઓ એક જ જગ્યાએથી કિફાયતી ભાવે મળી રહેતા ખેડૂતોને રાહત મળી છે. તેમજ ગામડાના ખેડૂતોએ શહેરમાં જવું પડતું નથી. ત્યારે હડિયાણા ગામે રહેતા ખેડૂત નરસિંહભાઈ કાલાવડીયા જણાવે છે કે, ભારત સરકારના કૃષિ ઇન્ફ્રાસ્ટ્રચર ફંડ નાબાર્ડના સહયોગથી હડિયાણા સેવા સહકારી મંડળી દ્વારા કિસાનમોલ બનાવવામાં આવ્યો છે. સામાન્ય ટોકન દરે સહકારી મંડળીને લોન મળતા હું સરકાર અને નાબાર્ડનો આભાર માનું છું. કિસાનમોલ બનવાથી ખેડૂતોએ જે દવાઓ અને બહાર લેવા જવું પડતું હતું તે હવે અહી કિફાયતી ભાવે મળશે. સાથો સાથે ખેડૂતોને મુસાફરી ખર્ચ અને સમયનો પણ બચાવ થશે.

Related posts

જામનગર:જ્ઞાનગંગા વિદ્યાલય ખાતે સેવા સેતુ કેમ્પ નું આયોજન

samaysandeshnews

બોગસ નંબર પ્લેટ લગાવી દારૂ લઈ જતી સુરતની ઈનોવા વાપી થી પકડાઈ

samaysandeshnews

અમરેલી : પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ત્રણ માસ થી નાસ્તા ફરતાં અમરેલી જિલ્લા જેલ કાચા કામના કેદીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી

cradmin

Leave a Comment

error: Content is protected !!