ખેતીવાડી: સૌરાષ્ટ્ર વિભાગની સંયુક્ત બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા બાગાયતી ખેતી કરતા ખેડૂત મિત્રોને હાલ કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લેતા કેટલાક તકેદારી રાખવાના ઉપાયો જણાવાયા છે:
આંબા પાક માટે ભલામણ
આંબાવાડીમાં કોઈપણ રાસાયણિક/સેન્દ્રીય ખાતરો કે હોર્મોન્સના છંટકાવ કરવા નહીં. વાદળછાયુ વાતાવરણ હોય અથવા વરસાદ પછી તાત્કાલિક ભુકી સારા જેવા રોગ લાગવાની શક્યતાઓ રહેલી છે. જેના નિયંત્રણ માટે બગીચામાં અવલોકન કરતા રહેવું અને જરૂર જણાય તો કાર્બનડેજીમ + મેનકોજેબ અથવા હેક્ઝાકોનાઝોલ ૫% અથવા થાયોફીનાઈટ મિથાઇલ અથવા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
ટેબ્યુકોનાઝોલ ૧૦% + સલ્ફર ૬૫% ૧૦૦૦ લીટર પાણીમાં ૧ કિલો/૧ લીટર છંટકાવ કરવો, તેમજ મધિઓ અને થ્રીપ્સ અને મગિયા ઈયળનો ઉપદ્રવ જણાય તો પ્રોફેનોફોસ ૪૦ ઇ.સી + સાઈપરમેથ્રીન ૪ ઇ.સી. ૧ લીટર પ્રતિ ૧૦૦૦ લીટર પાણી મુજબ છટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.
Read more:- સુરતનાં 50 જ્વેલર્સે દિવસ રાત મહેનત કરી, સોનું-ચાંદી અને ડાયમંડમાંથી તૈયાર કર્યું નવું સંસદ ભવન…
ધાણા પાક માટે ભલામણ
ચુસીયા જીવાતોના નિયંત્રણ માટે થાયોમીથોક્ઝામ ૨૫% મમરી ૫ ગ્રામ સાથે લીંબોળીનું તેલ ૫૦ મીલી અથવા લીંબોળીના મીંજનું ૫ ટકા અર્કનું દ્રાવણ ૫૦૦ મીલી ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો.
ધાણાની વધુ પડતી વૃધ્ધિ ન થાય તે માટે નાઈટ્રોજન યુક્ત ખાતર અને પિયત પાણીનો નિયંત્રણ/ભલામણ મુજબ ઉપયોગ કરવો.
જીરૂ પાક માટે ભલામણ
ચુસીયા જીવાતોના નિયંત્રણ માટે થાયોમીથોક્ઝામ ૨૫% મમરી ૫ ગ્રામ સાથે લીંબોળીનું તેલ ૫૦ મીલી અથવા લીંબોળીના મીંજનું ૫ ટકા અર્કનું દ્રાવણ ૫૦૦ મીલી ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો.
જીરૂના પાકમાં ભુકીછારોનો ઉપદ્રવ જણાય તો થોયોફેનેટમીથાઇલ ૧૫ મીલી દવા ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો. જીરૂના પાકમાં સુકારાનો ઉપદ્રવ જણાય તો ડાયફેનકોનાઝોલ ૧૫ મીલી પ્રતી ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો.
શાકભાજી પાક માટે ભલામણ
થ્રીપ્સ અને સફેદ માખી :- પ્રોફેનોફોસ ૨૦ મીલી અને લિંબોળીનું તેલ ૫૦ મીલી અથવા લિંબોળીના મીંજનું ૫% અર્કનું દ્રાવણ ૫૦૦ મીલી ૧૦ લી. પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. થ્રીપ્સનો વધુ ઉપદ્રવ હોય તો સ્પીનોસેડ દવા ૫ મીલી પ્રતી પંપ છાંટવી.
વાઇરસ :- વાયરસના કારણે પીળા થઈ કુકડાય ગયેલ છોડ ઉપાડી તેને જમીનમાં દાટી નાશ કરવો. તે સફેદ માખીથી ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે હોસ્ટાથીયોન દવા ૨૦ મી.લી./૧૦ લી. પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
કાલવર્ણ :- કાલવર્ણ રોગના નિયંત્રણ માટે મેન્કોઝેબ ૨૭ ગ્રામ અથવા ક્લોરોથાલોનીલ ૨૭ ગ્રામ ના ૧૫ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા.