જામનગર : જામનગર જિલ્લામાં નિર્માણ પામ્યો પ્રથમ “કિસાન મોલ”: કેબિનેટમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે હડીયાણા ગામે રૂ.44 લાખના ખર્ચે નિર્માણ પામેલ કિસાન મોલનું લોકાર્પણ કરાયું
કિસાનમોલ માંથી ખેડૂતોને બિયારણો તેમજ ખેતઉપયોગી વસ્તુઓ કિફાયતી ભાવે મળી રહેશે: મંત્રીશ્રી રાઘવજીભાઈ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
જામનગર તા.13 માર્ચ,જામનગર જિલ્લાના હડિયાણા ગામે શ્રી હડિયાણા સેવા સહકારી મંડળી દ્વારા કૃષિ ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ નાબાર્ડના સહયોગથી જિલ્લાનો પ્રથમ કિસાન મોલ બનાવવામાં આવ્યો છે. જેનું ઉદ્ઘાટન રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ,ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. રૂ.44 લાખના ખર્ચે નિર્માણ પામેલા કિસાન મોલમાં બિયારણો, દવાઓ તેમજ ખેતઉપયોગી વસ્તુઓનું કિફાયતી ભાવે વેચાણ કરવામાં આવતા આવશે.
લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, હડિયાણા ગામે કિસાનમોલનું નિર્માણ થવાથી ખેડૂતોને ઘર આંગણે ખેત ઉપયોગી વસ્તુઓ અને દવાઓ મળી રહેશે. તેમજ આજુબાજુના ગામડાના ખેડૂતોને પણ કિસાનમોલ ઉપયોગી થશે. કેન્દ્ર સરકારના કૃષિ ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ નાબાર્ડના સહયોગથી પીસેસીએસ એમએસસી યોજનાનો લાભ મેળવીને હડિયાણા સેવા સહકારી મંડળી દ્વારા કિસાન મોલ બનાવવામાં આવ્યો છે
જ્યાંથી ખેડૂતોને બિયારણો તેમજ ખેતઉપયોગી વસ્તુઓ કિફાયતી ભાવે મળી રહેશે. ગુજરાતમાં સહકારી ક્ષેત્રોનો વ્યાપ વધવાથી લોકોને પણ ફાયદો થયો છે. સરકારી ક્ષેત્રોના વિકાસ થકી સરકારના ઉદ્દેશો પણ સિદ્ધ થઈ રહ્યા છે. હડિયાણામાં કિસાનમોલ નિર્માણ પામવા બદલ મંત્રીશ્રીએ સહકારી મંડળીના પ્રમુખ, ખેડૂતો તેમજ ગ્રામજનોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્તે નાબાર્ડની બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ અકસ્માતે મૃત્યુ પામેલા ખેડૂતના પરિવારને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા, જામનગર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી પી. એસ. જાડેજા, જામનગર-દ્વારકા ડીડીએમ શ્રી નાગેન્દ્ર શર્મા, હડિયાણા સેવા સહકારી મંડળીના પ્રમુખ શ્રી મગનલાલ કાનાણી, આગેવાનો, અધિકારીશ્રીઓ, ખેડૂતો, તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.