Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

જામનગર: ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી જિલ્લાના ૨૫ ગામોને ઘન કચરાના નિકાલ માટે મળી ટ્રેકટર-ટ્રોલીની ભેટ

જામનગર  : ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી જિલ્લાના ૨૫ ગામોને ઘન કચરાના નિકાલ માટે મળી ટ્રેકટર-ટ્રોલીની ભેટ: કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદશ્રી પૂનમબેન માડમ સહિતના મહાનુભવોએ લીલી ઝંડી આપી ટ્રેકટર-ટ્રોલીનું કરાવ્યું પ્રસ્થાન

“આત્મા ગામડાનો અને સુવિધા શહેરની”સૂત્રને સાકાર કરવા સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી ગ્રામીણ ક્ષેત્રને વિકાસની નવી રાહ બતાવી છે-કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

સામાન્ય લોકોના પ્રશ્નોનો ઉકેલ એ મહાસત્તા બનવા તરફનું પહેલું કદમ છે અને તે દિશામાં સરકાર આગળ વધી રહી છે-સાંસદશ્રી પૂનમબેન માડમ

જામનગર , જિલ્લા પંચાયત જામનગર દ્વારા કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદશ્રી પૂનમબેન માડમ સહિતના મહાનુભવોની ઉપસ્થિતીમાં ૧૫માં નાણાપંચની જિલ્લા કક્ષાની ૧૦% ગ્રાન્ટ અંતર્ગત ઘન કચરાના નિકાલ માટે ૨૫ ગ્રામ પંચાયતોને ટ્રેકટર-ટ્રોલી અર્પણ કરવાના કાર્યક્રનું આયોજન કરાવામાં આવ્યું હતું.

જેમાં જામનગર તાલુકાના બેડ, ગાગવા, સચાણા, શેખપાટ, ખોજાબેરાજા, સાપર, લાખાબાવળ, ઢંઢા, જોડીયા તાલુકાનાં માધાપર, જામસર, સામપર, બેરાજા, વાવડી, ધ્રોલ તાલુકાના સોયલ, જાલીયા માનસર, મોડપર, જામજોધપુર તાલુકાના લુવારસર, દલ દેવડિયા, આંબરડી જામ, નંદાણા, સોનવડીયા, કાલાવડ તાલુકાના ટોડા, રાજસ્થલી, લાલપુર તાલુકાના ગોવાણા, ગોદાવરી ગામોને ધન કચરાના નિકાલ માટે ટ્રેકટર ટ્રોલીની સુવિધા અર્પણ કરાઈ હતી.

આ પ્રસંગે કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ દેશવ્યાપી સ્વચ્છ ભારત અભિયાન ચલાવ્યું છે ત્યારે આ અભિયાનને આગળ વધારવા અને ગ્રામિણ સ્વચ્છતાના મહત્વને ધ્યાને લઈ જિલ્લા પંચાયત જામનગર દ્વારા જિલ્લાના વિવિધ ૨૫ ગામોને ઘન કચરાના નિકાલ માટે ટ્રેક્ટર તથા ટ્રોલી અર્પણ કરવામાં આવી રહી છે. શૌચાલય નિર્માણ, સ્વચ્છ ભારત અભિયાન જેવા અનેક અભિયાનો ચલાવી સ્વચ્છ ભારત નિર્માણનું ભગીરથ કાર્ય નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર કરી રહી છે અને જેના પરિણામ સ્વરૂપ આજે ગામડાઓ નંદનવન બન્યા છે. “આત્મા ગામડાનો અને સુવિધા શહેરની”સૂત્રને સાકાર કરવા સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. આવાસ, પાણી, રોડ-રસ્તા, વીજળી, રોજગારી, સખીમંડળો સહિતની સુવિધાઓ ઉભી થતા ગામડાઓ આજે વિકાસની હરણફાળ ભરી રહ્યા છે.

આ પ્રસંગે સાંસદ શ્રી પૂનમબેન માડમે જણાવ્યું હતું કે ગ્રામીણ વ્યવસ્થાને સુદ્રઢ કરવા નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે અભિયાનો ચલાવાયા છે તે ભૂતકાળમાં ક્યારેય થયા નથી. જમીની સ્તર પર યોજનાઓ કાર્યાન્વિશત કરવી અને તેની અમલવારી કરાવવી એ આ સરકારની કાર્યદક્ષતા પુરવાર કરે છે. ગ્રામીણ ક્ષેત્રના વ્યક્તિનું જીવન ધોરણ ઉચું આવે તે માટે માત્ર વાતો નહીં નક્કર પગલાં સરકાર લઈ રહી છે. સામાન્ય લોકોના પ્રશ્નોનો ઉકેલ એ મહાસત્તા બનવા તરફનું પહેલું કદમ છે અને તે દિશામાં સરકાર આગળ વધી રહી છે તેમ સાંસદશ્રીએ ઉમેર્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી આવકાર્યા હતા જ્યારે કાર્યક્રમની આભારવીધી જોડીયા તાલુકા વિકાસ અધિકારી સુશ્રી માધુરી પટેલે કરી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા, કારોબારી સમિતીના ચેરમેનશ્રી ભરતભાઈ બોરસદીયા, શિક્ષણ સમિતીના ચેરમેન શ્રી લખધીરસિંહ જાદેજા, બાંધકામ સમિતીના ચેરમેન શ્રી કે.બી. ગાગીયા, જિલ્લા પંચાયત સભ્ય શ્રી ચંદ્રીકાબેન અઘેરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સિ ના નિયામકશ્રી ચૌધરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મંડોત તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

કોંગ્રેસ પક્ષના ડિજિટલ સભ્ય નોંધણી નો પાટણ શહેર ખાતે આરંભ કરવામાં આવ્યો

samaysandeshnews

જામનગર: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલનું જામનગર એરપોર્ટ પર ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું

cradmin

Election: ચૂંટણી ખર્ચ નિરીક્ષકશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષ સ્થાને સરકારી-સહકારી-ખાનગી બેંકો સાથે સમીક્ષા બેઠક યોજાઈ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!