Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

જામનગર : જી. જી. હોસ્પિટલમાં નાગરિકો માટે સી. પી. આર. ટ્રેઈનિંગ સેશનનું આયોજન કરાયું

જામનગર  : જી. જી. હોસ્પિટલમાં નાગરિકો માટે સી. પી. આર. ટ્રેઈનિંગ સેશનનું આયોજન કરાયું: કાર્યક્રમમાં કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને સાંસદ શ્રી પૂનમબેન માડમ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

જામનગર  એપ્રિલ, વર્તમાન સમયમાં યુવા વર્ગમાં સ્ટ્રેસ, વર્ક લોડ, ફાસ્ટ ફૂડ અને જીમમાં અયોગ્ય કસરતોના કારણે હ્ર્દયરોગ અને હાર્ટ એટેકનું જોખમ વધી ગયું છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

ત્યારે ઈમરજન્સીના સમયે દર્દીનો જીવ બચાવવા માટે સી. પી. આર. પ્રક્રિયા ખુબ જ મહત્વપૂર્ણ ગણાય છે. જે અંતર્ગત, જામનગરની જી. જી. હોસ્પિટલમાં રાજ્ય સરકાર, ઈન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેશિયોલોજી અને એનેસ્થેશિયા વિભાગના સહયોગથી નાગરિકોના હિતાર્થે સી.પી.આર. ટ્રેઈનિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોઈપણ દર્દીને સી. પી. આર. આપતા પૂર્વે તેની તાલીમ લેવી ખુબ જ આવશ્યક છે. નહીંતર દર્દીની પરિસ્થિતિ વધુ બગડી શકે છે. સી. પી. આર. આપ્યા બાદ દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં રીફર કરાવવો જરૂરી છે.

સી. પી. આર. પ્રક્રિયા શું છે ??

‘કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન’ જે સી. પી. આર. તરીકેના ટૂંકા નામથી ઓળખાય છે. આ પ્રક્રિયા વ્યક્તિના મગજ અને અવયવોમાં ઓક્સિજનયુક્ત રક્તના પ્રવાહને પુનઃ સ્થાપિત કરવા માટે ઉપયોગી છે. કોઈ સંજોગોમાં જયારે વ્યક્તિ અચાનક કાર્ડિયાક અરેસ્ટ એટલે કે હ્ર્દય રોગના હુમલાનો ભોગ બને છે. ત્યારે જો મગજમાં ઓક્સિજનયુક્ત રક્તનો પ્રવાહ થોડીવારમાં પુનઃ સ્થાપિત કરવામાં ન આવે તો દર્દીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ શકે છે, અથવા તો મગજમાં કાયમી ધોરણે નુકસાન થઈ શકે છે.

સી. પી. આર. એવા દર્દીઓને આપવામાં આવે છે, કે જેઓ તાકીદની સારવાર સમયે પ્રતિભાવ આપી શકતા નથી. જેઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય અને તેમના ધબકારા અનિયમિત રીતે ચાલતા હોય. આવા દર્દીઓને તરત જ સી. પી. આર. આપવું જોઈએ. સી. પી. આર. પ્રક્રિયા તાલીમ પામેલા વ્યક્તિઓ દ્વારા જ કરાય તે હિતાવહ છે, નહીંતર દર્દીની પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

ઉપરોક્ત કાર્યક્રમમાં સાંસદ શ્રી પૂનમબેન માડમ, કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જી. જી. હોસ્પિટલ ડીન શ્રી ડો. એસ. એસ. ચેટરજી, તબીબી અધિક્ષક શ્રી ડો. દિપક એસ. તિવારી, એનેસ્થેશિયા વિભાગના વડા શ્રી ડો. વંદનાબેન ત્રિવેદી, જી. જી. હોસ્પિટલ એનેસ્થેશિયા ટીમ, એમ.પી. શાહ મેડિકલ કોલેજ, જી. જી. હોસ્પિટલના વિદ્યાર્થીઓ તેમજ અન્ય સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

જામનગર : પ્રાકૃતિક કૃષિ એ વર્તમાન સમયની જરૂરિયાત છે-રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

cradmin

Ministry : વિશ્વ ડેરી મંત્રાલય અને મચ્છઉદ્યોગ પશુ પાલન પરસોતમ ભાઈ રૂપાલાજી ધોરાજી પ્રવાસે આવ્યા

samaysandeshnews

ગોંડલ કુવા માં પડેલ ઘણ ખૂટ ને 3 કલાક માં રેસ્ક્યુ કરી હેમ ખેમ બહાર કઢાયો

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!