Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝરાજકોટશહેર

Gondel: ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામમાં “પ્રાકૃતિક કૃષિ રાત્રિ સભા” યોજાઈ

Gondel: ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામમાં “પ્રાકૃતિક કૃષિ રાત્રિ સભા” યોજાઈ : ખેડૂતો સાથે ગોષ્ઠિ કરીને પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા આપતાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ૪૦ થી વધુ ખેડૂતભાઈઓએ પ્રાકૃતિક ખેતીના ફાયદા અને યોજનાકીય માહિતી મેળવી.

“કૃષિ અભિયાન” થકી જગતનો તાત આત્મનિર્ભર ભારતના નિર્માણમાં અનેરો સહયોગ આપે તે હેતુથી રાજયસરકાર દ્વારા ‘‘પ્રાકૃતિક કૃષિ અભિયાન’’ અમલમાં મુકવામાં આવ્યું છે. જે અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રાકૃતિક કૃષિના

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

આહવાન હેઠળ ગુજરાત રાજ્યના દરેક ગામમાં ઓછામાં ઓછા ૭૫ ખેડુતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે હેતુસર રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીની ઉપસ્થિતિમાં ઘોઘાવદર ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Read more:- શિયાળામાં ખાવા-પીવામાં ધ્યાન ન આપવાથી વધી શકે છે વજન, આ યોગાસનોની મદદથી મેળવો લાભ….
આ રાત્રી સભામાં બંધીયા, વાછરા, ખાંડાધાર, શિવરાજગઢ અને ઘોઘાવદર ગામના ૧૪૦થી વધુ ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાકૃતિક કૃષિથી થતા ફાયદાઓ તેમજ પ્રાકૃતિક કૃષિ સંલગ્ન યોજનાઓ વિશે માહિતી મેળવી હતી.
આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, સારું જીવન જીવવા માટે તંદુરસ્ત સ્વાસ્થ્ય ખૂબ જરૂરી છે. રાસાયણિક ખાતરોને કારણે અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે. સાથો-સાથ જમીનની ગુણવત્તા ઉપર પણ અસર પડે છે. ત્યારે ભવિષ્યની પેઢીને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ભોજન – જમીન – વાતાવરણ મળે તે માટે પ્રાકૃતિક ખેતી ખૂબ હિતકારી છે. પ્રાકૃતિક કૃષિ થકી કેવી રીતે પોતાના જ ખેતરમાં પ્રાકૃતિક કૃષિ સિધ્ધાંતોને અપનાવીને ખેડુતો ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકે અને આત્મનિર્ભરતા તરફ આગળ વધી શકે તે અંગે માહિતગાર કર્યા હતા.
‘‘આત્મા’’ પ્રોજેકટ-રાજકોટના પ્રોજેકટ ડાયરેકટરશ્રી એચ.ડી.વાદી દ્વારા ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અંગે પધ્ધતિસર સચોટ માર્ગદર્શન આપ્યું હતું. રાસાયણિક ખેતીની સાથો સાથ થોડી જમીનમાં કેવી સરળતાથી પ્રાકૃતિક ખેતી શરૂ કરી શકાય અને ધીમે ધીમે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ વળી શકાય તે અંગે ખેડુતોને માર્ગદર્શન આપ્યું હતું.
આ રાત્રી સભામાં ગોંડલ તાલુકા વિકાસ અધિકારીશ્રી, તલાટી કમ મંત્રીશ્રી, ઘોઘાવદર ગામના સરપંચશ્રી, આનંદ આશ્રમ-ઘોઘાવદરના સ્વામીશ્રી નિરંજન રાજયગુરૂજી અને ગાયત્રી સંસ્થાના ચંદુબાપા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ખેડુતોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ સભાના સફળ આયોજન માટે આત્મા પ્રોજેકટ – રાજકોટના ડે. પ્રોજેકટ ડાયરેકટરશ્રી એમ.બી.નસીત, ગોંડલ તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજરશ્રી વી.કે.ત્રાડા, ઘોઘાવદર – બંધીયા ગામના ખેડુત મિત્રશ્રી વિઠ્ઠલભાઇ વસોયા અને શ્રી ધીરૂભાઇ રાણપરીયાએ જહેમત ઉઠાવી હતી.

Related posts

વાહનોમાં ફિટનેસ સારૂં આર.ટી.ઓ જામનગર દ્વારા જામનગર જિલ્લામાં ખાસ ફિટનેસ કેમ્પનું આયોજન

samaysandeshnews

રાજ્યમાં પાણીપુરીના 4000 વેપારીઓને ત્યાં દરોડા, જે વસ્તુ મળી તે જોઈને ખાવાનું ભૂલી જશો

cradmin

રાજકોટ જિલ્લા ના ધોરાજીની તાલુકા શાળા નંબર 2 માં વિદ્યાર્થિનીઓ ને શિક્ષણ ની સાથો સાથ વિધાર્થિનીઓ ને સ્વરક્ષણ બાબતે કરાટે અને ઝૂડો ની તાલીમ આપવામાં આવે છે.

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!