[ad_1]
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના મેળા ખૂબ જ પ્રસિદ્ધ છે અને લાખો લોકો જન્માષ્ટમીના મેળામાં ભાગ લેતા હોય છે, ત્યારે સૌરાષ્ટ્રના મેળાના માણીગરો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. સતત બીજા વર્ષે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રદ્દ કરાયો છે. રાજકોટના રેસકોર્સમાં વર્ષોથી લોકમેળો ભરાય છે . કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વહિવટી તંત્રએ નિર્ણય લીધો છે. લોકોએ જન્માષ્ટમીની ઉજવણી ઘરે રહીને જ કરવી પડશે. જીલ્લામાં ઘેલા સોમનાથ-ઇશ્વરીયા-ઓસમ ડુંગર સહિત એક પણ મેળા નહિ થાય. રાજકોટ કલેકટર અરૂણ મહેશબાબુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા પોરબંદરમાં પણ લોકમેળો નહીં યોજવાની જાહેરાત થઈ ચૂકી છે. ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 57 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.74 ટકા થયો છે. રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 3,69,164 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કુલ 3,21,75,416 દર્દીઓને કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધી 285 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 280 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,413 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10076 લોકોનાં મોત થઇ ચુક્યા છે. જો કે કોરોનાને કારણે અત્યાર સુધીમાં એક પણ દર્દીનું મોત થયું નથી. જે ગુજરાત માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં રસીકરણરસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 110 લોકોને પ્રથમ અને 8373 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારે ઉંમરના 64615 લોકોને રસીનો પ્રથમ અને 63370 લોકોને રસીનો બીજો ડોઝ આજ અપાયો હતો. 18-45 વર્ષના 187414 લોકોને રસીનો પ્રથમ અને 45282 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે રાજ્યમાં આજે કુલ 3,69,164 લોોકનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ગુજરાતનાં કુલ 3,21,75,416 લોકોનું રસીકરણ થઇ ચુક્યું છે. ક્યાં નોંધાયા સૌથી વધુ કેસસુરત કોર્પોરેશનમાં 8, અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત 3, વડોદરા કોર્પોરેશનમાં 3, મહેસાણા 2,પંચમહાલ 2, રાજકોટ કોર્પોરેશન 2, અમરેલી 1, આણંદ 1, જામનગર 1, જામનગર કોર્પોરેશન 1, કચ્છ 1 અને વડોદરામાં 1 કેસ નોંધાયો હતો.અહીં ન નોંધાયો એક પણ કેસઅમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, મહિસાગર, મોરબી, નર્મદા, નવસારી, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
[ad_2]
Source link