Samay Sandesh News
indiaગુજરાતટોપ ન્યૂઝનર્મદા (રાજપીપલા)શહેર

Gujarat : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત નર્મદા જિલ્લાની ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગનું ઇ-લોકાર્પણ કરાયુ

Gujarat : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત નર્મદા જિલ્લાની ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગનું ઇ-લોકાર્પણ કરાયુ: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે ગુજરાત હાઇકોર્ટના ઓડિટોરિયમ ખાતેથી સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ એમ.આર.શાહ, ગુજરાતની વડી અદાલતના ચીફ જસ્ટીશ અરવિંદકુમાર, ગુજરાતના કાયદો અને ન્યાય વિભાગના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને ગુજરાતની વડી અદાલતના ન્યાયાધીશઓની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે સાંજે ગુજરાતની દેવભૂમી-દ્વારકાની ખંભાળીયા ખાતે તેમજ નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતેની નવનિર્મિત ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગના લોકાર્પણ ઉપરાંત વિવિધ તાલુકાઓના નવીન કોર્ટ બિલ્ડીંગ, ડિસ્ટ્રીક્ટ-ફેમીલી કોર્ટ બિલ્ડીંગ તેમજ અધિકારીઓ/કર્મચારીઓ માટેની આવાસ સુવિધા-ક્વાટર્સના ખાતમુહૂર્તનો વિવિધ ૪૧ સ્થળોએ વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો હતો.

આજે ગુજરાત હાઇકોર્ટના ઓડિટોરિયમ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે યોજાયેલા ઉક્ત વર્ચ્યુઅલ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના મુખ્ય મથકે રાજપીપલામાં કરજણ કોલોની સંકુલ ખાતે અંદાજે રૂા.૩૩ કરોડના ખર્ચે નવનિર્મિત ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગના ઇ-લોકાર્પણની સાથોસાથ જિલ્લાના દેડીયાપાડા તાલુકા મથકે જ્યુડીશીયલ ઓફિસર્સ માટે નવા બંધાનારા ક્વાટર્સ-આવાસ સુવિધા માટે ઇ-ખાતમુહૂર્ત કરાયું હતું.

તમારી આસપાસ ના દરેક પ્રકારના સમાચાર મેળવવા માટે આજેજ અમારા વોટ્સએપ ગ્રૂપમાં જોડાવો-
ક્લિક કરો 

રાજપીપલા મુખ્ય મથકે ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગના યોજાયેલા ઇ-લોકાર્પણ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ એ.આર.પટેલ, નર્મદા બાર એસોસીએશન પ્રમુખ વંદનાબેન ભટ્ટ, સરકારી વકીલ જે.જી.ગોહીલ, મદદનીશ સરકારી વકીલ પી.એસ.પરમાર, એડીશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ  એમ.એસ. સિદ્દીકી, નર્મદા બાર અસોસીએશનના સેક્રેટરી આદિલખાન પઠાણ વગેરે પણ આ લોકાર્પણ વિધિમાં જોડાઇને નવી કોર્ટ બિલ્ડીંગના મકાનની તકતીનું અનાવરણ કર્યું હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, અંદાજે રૂા.૩૩ કરોડના ખર્ચે નવનિર્મિત નર્મદા ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગમાં ૧૭ જેટલી વિવિધ કોર્ટ કાર્યરત થઇ શકે તેવી ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત ૩ માળ બાંધકામ સુવિધાઓ ઉભી કરાઇ છે. આ કોર્ટ બિલ્ડીંગ સ્પેશિયસ છે. ચેમ્બર્સની સુવિધા પણ સ્પેશીયસ છે. વકીલો માટે, મહિલા ધારાશાસ્ત્રીઓ માટે બાર રૂમ સુવિધા, મિડીયેશન સેન્ટર, દિવ્યાંગ રૂમની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.

Related posts

આગામી ૨૫ સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સહકાર પરિસંવાદ યોજાશે

samaysandeshnews

ટેકનોલોજી: શિવ શક્તિ પોઈન્ટ ગરમ થતાં ઈસરો વિક્રમ લેન્ડર તરફથી સિગ્નલ કન્ફર્મેશનની રાહ જોઈ રહ્યું છે

cradmin

jamnagar: માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોની વ્હારે આવી હોસ્પિટલ સુધી પહોંચાડનાર નાગરિકોને ગુડ સમરીટન એવોર્ડથી સન્માનિત કરાશે

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!