શિક્ષણ: શિક્ષણ સાથે શોખ જાળવી રાખી સરકારને મદદરૂપ થઈ રહ્યા છે જામનગરના શિક્ષક હરીદેવભાઈ ગઢવી:
જામનગર જિલ્લામાં યોજાતા સરકારી કાર્યક્રમોનું છેલ્લા 13 વર્ષથી સફળ સંચાલન કરી સેવા આપી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- ફેસબુક પેજ
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- ઇન્સ્ટાગ્રામ
સબસ્ક્રાઈબ કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :- યુ ટ્યુબ
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે :- ક્લિક કરો
સરકાર અને જિલ્લા વહીવટી તંત્રને મદદરૂપ થવાના હેતુથી એન્કરિંગ કરું છું : હરીદેવભાઈ ગઢવી
શિક્ષકો એ નળીઓ છે જેના દ્વારા જ્ઞાન વહે છે. જટિલ વિચારોને સરળ બનાવવાની અને શિક્ષણને આકર્ષક બનાવવાની તેમની
ક્ષમતા જ્ઞાનની તરસ કેળવવામાં મહત્ત્વપૂર્ણ છે. શિક્ષકો જિજ્ઞાસાને ઉત્તેજિત કરે છે, મહત્વાકાંક્ષાને પ્રેરિત કરે છે અને
વિદ્યાર્થીઓને મોટા સપના જોવા માટે પ્રોત્સાહિત કરે છે. શિક્ષકોનું સમાજમાં મોટું યોગદાન રહ્યું છે. જામનગરના શિક્ષક
હરીદેવભાઈ ગઢવી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની સાથે જિલ્લા વહીવટી તંત્રને પણ નિઃસ્વાર્થ ભાવે છેલ્લા 13 વર્ષથી મદદરૂપ
થતાં આવ્યા છે. જિલ્લામાં યોજાતા સરકારી કાર્યક્રમોમાં તેઓ વિનામૂલ્યે સ્વ ખર્ચે કાર્યક્રમ સ્થળે પહોંચીને એન્કરિંગ કરે છે.
જામનગર તાલુકાની આમરા કન્યાશાળામાં ફરજ બજાવતા હરીદેવભાઈ શિક્ષક હોવાથી તેમની ફરજ તો શિક્ષણ આપવાની છે
પરંતુ તેઓએ શિક્ષણ સાથે પોતાનો આ શોખ પણ અવિરત રાખ્યો છે.
Crime: કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરના ઘરે યુવકની ગોળી મારી હત્યા
હરીદેવભાઈ જણાવે છે કે,તેઓને બાળપણથી જ સ્ટેજ પર જવાનો ઘણો શોખ હતો. પરંતુ તેઓ શિક્ષક બન્યા છતાં પોતાના
શોખને જાળવવા માટે સરકાર અને જિલ્લા વહીવટી તંત્રને મદદરૂપ થવાના હેતુથી જિલ્લાના સરકારી કાર્યક્રમોમાં સંચાલક તરીકે
કામગીરી કરે છે. અને સરકારને વધુમાં વધુ કઇ રીતે મદદરૂપ થઈ શકાય તે પ્રકારે તેઓ આયોજન કરે છે. જિલ્લામાં યોજાતા
નાના-મોટા સરકારી કાર્યક્રમોથી માંડીને રાજ્યકક્ષાના કાર્યક્રમોમાં તેમની શબ્દોરૂપી કળા અવશ્ય સાંભળવા મળે. તેમણે ક્યારેય
ટ્રાવેલિંગ અલાઉન્સ કે મોંઘવારી ભથ્થું લીધું નથી. તેઓએ પોતાની શિક્ષણ અને બોલવાની કળાનો લાભ હંમેશા સમાજને
પીરસ્યો છે. એટલે જ તો કહેવાય છે કે શિક્ષકએ જ્ઞાનરૂપી ભંડાર છે.