Health : દુનિયામાં ઘણી અજીબોગરીબ બીમારીઓ જેનો ઈલાજ શોધવામાં ડોક્ટરો પણ સફળ થઇ શક્યા નથી : દુનિયામાં ઘણી અજીબોગરીબ બીમારીઓ રહેલી છે, જેનો શિકાર કોઈને કોઈ લોકો જરૂર થઇ ચુક્યા છે. જો કે કેટલીક એવી બીમારીઓ પણ રહી છે જેનો ઈલાજ શોધવામાં ડોક્ટરો પણ સફળ થઇ શક્યા નથી. આવી સ્થિતિમાં આજે તમને દુનિયાના એવા લોકો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેઓ એક અલગ જ પ્રકારની બીમારી સામે ઝઝૂમી રહ્યા છે.
વાસ્તવમાં તમે ઘણા એવા લોકો જરૂર જોયા હશે જેમના શરીર પર સામાન્ય કરતા વધારે પડતા વાળ હોય છે,પરંત આ એવા લોકો છે જેમની બીમારીએ ભયંકર રૂપ ધારણ કરી લીધું છે. આવી સ્થિતિમાં જણાવી દઈએ કે વધુ પડતા વાળની બીમારીથી ખેડૂત પરિવારમાં જન્મેલા પૃથ્વીરાજ નામના આ વ્યક્તિ પણ પીડાઈ રહ્યા છે.
તમે જોઈ શકો છો કે તેમના આખા ચહેરા પર જાડા વાળ જોવા મળી રહ્યા છે. જો કે આના માટે તેમના પરિવારે ઘણી આયુર્વેદ દવાઓથી લઈને ઘણા ઓપરેશનનો પણ સહારો લીધો છે, પરંતુ તેનો કોઈ પણ ફાયદો જોવા મળ્યો નથી.એવું નથી કે આ બીમારીથી પીડિત વ્યક્તિ ફક્ત ભારતમાં જ છે.
કારણ કે મેક્સિકોમાં જન્મેલા જીસસ એસ્વેસ એક એવા વ્યક્તિ રહ્યા છે જે પણ હાઈપરટ્રિકોસિસ નામની બીમારીથી પીડાય છે. તેના આખા ચહેરા પર ખુબ જ વાળ છે.પ્રાપ્ત જાણકારી મુજબ કહેવાય છે કે આ વ્યક્તિ પોતે પરિણીત છે અને તેમની બંને પુત્રીઓમાંથી એક પુત્રી આ બીમારીથી પીડિત છે.
આ બંને ઉપરાંત થાઈલેન્ડની રહેવાસી સુપાત્રા સાસુફાન પણ આ બીમારી સામે લડી રહી છે.તમને જણાવી દઈએ કે આ એક એવી બીમારી છે જેમાં વધુને વધુ વાળ શરીર પર રહેલા હોય છે.જો કે આ બધા લોકો પોતાની આ બીમારી સાથે ગીનીસ બુકમાં નામ નોંધાવી ચુક્યા હોવાથી તે ફેમસ પણ ઘણા રહ્યા છે.