Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝશહેર

Help: ડોનેટ લાઇફ સંસ્થાં થકી અંગદાનમાં હાથ મેળવનારે પતંગ ચગાવી

Help: ડોનેટ લાઇફ સંસ્થાં થકી અંગદાનમાં હાથ મેળવનારે પતંગ ચગાવી: દેશમાં દર વર્ષે પાંચ લાખથી વધુ વ્યક્તિઓ ઓર્ગન ન મળવાને કારણે મૃત્યુ પામે છે.

ત્યારે રાજ્યમાં છેલ્લા ૧૭ વર્ષથી અંગદાન માટે સમાજમાં જનજાગૃતિ લાવવાનું કાર્ય કરતી અને ગુજરાતમાં અંગદાન કરાવવામાં અગ્રેસર સુરતની ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સમાજમાં અંગદાન પ્રત્યે વધુને વધુ જાગૃતિ આવે, લોકો કેડેવર ઓર્ગન ડોનેશનનું

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

મહત્વ સમજે, વધુ ને વધુ વ્યક્તિઓ બ્રેઇનડેડ વ્યક્તિના અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવાના યજ્ઞમાં જોડાય તથા જે પરિવારોએ તેમના બ્રેનડેડ સ્વજનના અંગોનુ દાન કરાવીને સેંકડો ઓર્ગન નિષ્ફળતાના

Read more:-  કડોદરા ચાર રસ્તા પરથી રિક્ષામાં વિદેશી દારૂ લઈ જતી મહિલા બુટલેગર સહિત ત્રણની અટકાયત

દર્દીઓને નવજીવન આપ્યું છે તેઓ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરવાના ઉદેશ્ય સાથે ડોનેટ લાઈફ અને સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન દ્વારા ” પતંગોત્સવ ઓર્ગન ડોનર પરિવારને સંગ ” નું આયોજન લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું.શહેરીજનોને પતંગ પર ઓર્ગન ડોનેશનના સંદેશા લખેલા પતંગોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તેમજ જુદા-જુદા પોસ્ટરો દ્વારા પણ અંગદાન જીવનદાનનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો.આ પતંગોત્સવમાં ઓક્ટોબર, ૨૦૨૧માં ધાર્મિક કાકડિયા નામના ૧૪ વર્ષના બાળકના બંને હાથ, પુના ના ૩૧ વર્ષીય યુવાન પ્રકાશમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા, પ્રકાશ તેના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યો હતો. હાથના ટ્રાન્સપ્લાન્ટ થી નવુજીવન મેળવનાર પ્રકાશ અને તેનો પરિવાર ખુબ જ ખુશ હતો. પ્રકાશે જણાવ્યુ હતું કે તે સ્વ.ધાર્મિક ના હાથ વડે સતકર્મો કરશે. જાન્યુઆરી ૨૦૨૨માં કનુભાઈ પટેલ નામના ૬૭ વર્ષીય પ્રૌઢના બંને હાથ ઔરંગાબાદની ૩૫ વર્ષીય મહિલા અનિતામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા અનિતા તેના પરિવાર સાથે ઉપસ્થિત રહી હતી. સ્વ.કનુભાઈ પટેલનો પરિવાર જયારે અનિતા ને મળ્યો ત્યારે સ્વ.કનુભાઈના પરિવારના સભ્યોને એવી લાગણી થઈ હતી કે અમારા પિતા અમને આર્શિવાદ આપી રહ્યા છે. પ્રકાશ અને અનીતા સાથે શહેરના ડોકટરો, સામાજીક, રાજકીય, શૈક્ષણિક અને ઉદ્યોગ જગતના મહાનુભાવો અને શહેરીજનોએ હાથ મેળવ્યા ત્યારે દરેક વ્યક્તિ રોમાંચિત થઇ ગયા હતા અને એક અલગ પ્રકારનો આનંદ દરેકના ચહેરા ઉપર હતો. પ્રકાશ અને અનિતાએ ડોનેટ લાઈફન માધ્યમ થી દાનમાં મળેલ સ્વ.ધાર્મિક અને સ્વ.કનુભાઈના હાથ વડે પતંગ ચગાવ્યા હતા ત્યારે ઉપસ્થિત દરેક વ્યક્તિએ આ ક્ષણને તાળીઓથી વધાવી લીધી હતી. સુરત શહેરના પ્રથમ નાગરિક માનનીય મેયર શ્રીમતિ હેમાલીબેન બોઘાવાલા અને ધારાસભ્ય પુર્ણેશભાઈ મોદીએ પ્રકાશ અને અનિતાનું શાલ અને બુકે આપી તેઓના તંદુરસ્ત આરોગ્ય માટે શુભેચ્છા પાઠવી ડોનેટ લાઇફની અંગદાનની પ્રવૃતિની પ્રશંસા કરી અભિનંદન પાઠવ્યા હતા. સુરત એરપોર્ટ ડાયરેક્ટ શ્રીમતી અમન શૈનીએ પણ બધાજ ઓર્ગન ડોનર પરિવારોને તેમના સ્વજનના અંગદાનના લીધેલા નિર્ણય બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ઓર્ગન મેળવનાર વ્યક્તિઓને તેઓના તંદુરસ્ત આરોગ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.

Related posts

પાટણ જીલ્લા વન વિભાગ દ્ધારા નવ તાલુકાઓમાં ઘાયલ પક્ષીઓના સારવાર કેન્દ્રોની વ્યવસ્થા ઉભી કરાઈ

samaysandeshnews

Health : દુનિયામાં ઘણી અજીબોગરીબ બીમારીઓ જેનો ઈલાજ શોધવામાં ડોક્ટરો પણ સફળ થઇ શક્યા નથી.

samaysandeshnews

ભાવનગર: મારૂતિ ૮૦૦ કારમાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂઝડપી પાડતી

cradmin

Leave a Comment

error: Content is protected !!