જામનગર : દીકરીને બચાવવા તાત્કાલિક માતા પિતાએ લીધેલ જામનગર 181મહિલા હેલ્પલાઇન ટીમની મદદ
પરણીતાને સાસરિયાના ત્રાસમાંથી તાત્કાલિક મુક્તિ અપાવી સલામત આશ્રય અપાવતી જામનગર ૧૮૧ અભયમની ટીમ
કાલાવડ તાલુકામાં રહેતી પરણીતાને સાસરિયા દ્વારા મારકૂટ કરી મારી નાખવાની ધમકી આપતા માતાપિતા દીકરી પાસે તાત્કાલિક પહોંચી શકે તેમ ન હોવાથી ૧૮૧ અભયમની મદદ દ્વારા દીકરીને સુરક્ષા અપાવી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા
વોટ્સએપ ગ્રૂપમાં:- Click
જામનગર તા.૧૯ જુલાઈ, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં રહેતી મહિલાને સાસરે મારકૂટ કરવામાં આવતી હોવાથી તેણીએ માતા-પિતાને ફોન કરીને પિયર લઈ જવા જણાવ્યું હતું. પરંતુ તેઓ અન્ય જિલ્લામાં રહેતા હોય દીકરીને તાત્કાલિક તેમની જરૂર હોવાથી પહોંચી શકે તેમ ન હતા માટે તેઓએ ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરીને મદદ લેતા મહિલાને સાસરિયાના ત્રાસ માંથી મુક્ત કરાવી આશરો આપી માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું.
ગત તા.૧૮ જુલાઈના રોજ ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં એક દીકરીના માતા-પિતાએ ફોન કરીને જણાવેલ કે અમે અન્ય જિલ્લામાં રહીએ છીએ અને અમારી દીકરી કાલાવડ તાલુકામાં સાસરે છે. અમારી દીકરીએ ફોન કરીને તાત્કાલિક લઈ જવા જણાવ્યું હતું. અને તેના સસરા અને જેઠ મારકૂટ કરીને ઘરમાં બંધ કરી રાખે છે. અને છેલ્લા બે દિવસથી જમવાનું પણ આપ્યું નથી. માતાપિતાએ વધુમાં જણાવ્યું હતું કે પોતાની દીકરી સાથે વાતચીત કરવા દેતા નથી છેલ્લે વાત થઈ ત્યારે મારી દીકરીએ એવું જણાવેલ કે મને લઈ જાઓ નહિતર આ લોકો મને મારી નાખશે.
પીડિતાના માતાએ જણાવેલ કે અમે બીજા જિલ્લામાં રહેતા હોય તાત્કાલિક પહોંચી શકાય એમ નથી. જેથી પોલીસ ફરિયાદ કરવા જતાં જાણવા મળ્યું કે, તાત્કાલિક 181 મહિલા હેલ્પલાઇનની મદદ લઈ શકાય છે. બાદમાં પીડિતાના માતાપિતાએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી એડ્રેસ જણાવેલ અને 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે કાલાવડ તાલુકાના ગામડામાં જઈને પડિતાના ઘરે પહોંચી હતી.
બાદમાં 181 ટીમના કાઉન્સિલર મનિષાબેન વઢવાણા અને કોન્સ્ટેબલ ઇલાબા ઝાલા દ્વારા કાઉન્સિલિંગ બાદ જાણવા મળેલ કે પીડિતાના જેઠ અને સસરા દ્વારા નશાની હાલતમાં અવાર-નવાર મારકુટ કરવામાં આવતી અને છેલ્લા 14 મહિનાથી પિયર જવા દીધી નથી. અને તેણી જવાનું કહે તો મારી નાખવાની ધમકીઓ આપતા અને બાળક લઈ લેવાનું કહેતા.
સમગ્ર ઘટના જાણ્યા બાદ ૧૮૧ મહિલા અભયમની ટીમ દ્વારા ઘટના સ્થળ પર પીડિતાને આશ્વાસન આપી શાંત કરી હતી. તેણીને પોતાના પિયર જવું હતું પરંતુ તેના માતાપિતા તાત્કાલિક પહોંચી શકે તેમ ન હોવાથી મહિલા હેલ્પલાઈનની ટીમે વન સ્ટોપ સેન્ટરની માહિતી આપી સંસ્થામાં એક દિવસનો આશ્રય અપાવી સલામત રાખેલ છે. અને તેમના પિતાને જાણ કરેલ કે બીજા દિવસે સવારે આવીને તેમની દીકરીને લઈ જાય અને આગળ કાર્યવાહી કરવી હોય તો કરી શકે છે
181 મહિલા હેલ્પલાઇનની ટીમ પીડીતાને કાલાવાડના ગામડાથી લઈને જામનગર વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવતા પીડીતા અને તેના પરિવારે 181 મહીલા હેલ્પલાઈનની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.