Latest News
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય તુરિઝમ હબના વિકાસ માટે સરકાર દ્રઢસંકલ્પબદ્ધ: મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ૬ઠ્ઠી ગવર્નિંગ બોડી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો માત્ર ૧૨ કલાકમાં થયેલા બે અંગદાનથી નવજીવન: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનનો આંકડો ૨૦૪ પર પહોંચ્યો, ૬૫૧ લોકોને મળી નવી આશા ગુજરાતને ગ્રીન એનર્જી હબ બનાવવાના પ્રયાસો વચ્ચે NTPC ચેરમેન ગુરદીપસિંઘે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી “સાધના કોલોની વિવાદઃ ગરીબોના છત ઉપર ત્રાટકતું તંત્રશાસન!” રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમે જીવ બચાવ્યો: ખીજડીયાના રોનકના હૃદયની સફળ સારવારથી ફરી ખુશી છવાઈ દિવેલીયા ગામમાં લાખો રૂપિયાની જમીન કૌભાંડનો પર્દાફાશ: ભુ-માફિયાઓ દ્વારા ગેરકાયદે દસ્તાવેજો અને દબાણનો પ્રયાસ, ઉચ્ચકક્ષાએ તપાસ શરૂ

સુરત: હીરા ગીરા રે સુરત કે બાઝાર મેં… ડાયમંડ શોધવા લોકોની પડાપડી

સુરત: હીરા ગીરા રે સુરત કે બાઝાર મેં… ડાયમંડ શોધવા લોકોની પડાપડી: સુરત શહેરના મીની બજારથી લઇ ખોડીયાર નગર સુધી રસ્તા ઉપર ડાયમંડ શોધવા માટે પડાપડી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે અનુસાર રસ્તા પર હીરાનું પડીકું પડી ગયાની વાત ફેલાતા લોકોએ રસ્તા ઉપર ડાયમંડ શોધવાનું શરૂ કર્યું હતું.હીરા ગીરા રે સુરત કે બાઝાર મેં… આવ્યું જ કંઇક સુરતમાં જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં શહેરના મીની બજાર થી લઇ ખોડીયાર નગર સુધી રસ્તા ઉપર ડાયમંડ શોધવા માટે પડાપડી
જોવા મળી રહ્યા છે. જોકે તે સમય દરમિયાન ત્યાં એવી વાતો ઉડી હતી કે, કોઈ હીરા વેપારી દ્વારા હીરા ફેંકી દેવામાં આવ્યા છે. તે વાતને લઈને મીની બજારથી ખોડીયાર નગર સુધીના રસ્તા પર એકાએક જ લોકો એકત્રિત થઈ ગયા હતા. લોકો હીરા શોધવાનું શરૂ કરી દીધું હતું.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

હીરા ગીરા રે સુરત કે બાઝાર મેં… આવ્યું જ કંઇક સુરતમાં જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં શહેરના મીની બજાર થી લઇ ખોડીયાર નગર સુધી રસ્તા ઉપર ડાયમંડ શોધવા માટે પડાપડી જોવા મળી રહ્યા છે. જોકે
તે સમય દરમિયાન ત્યાં એવી વાતો ઉડી હતી કે, કોઈ હીરા વેપારી દ્વારા હીરા ફેંકી દેવામાં આવ્યા છે. તે વાતને લઈને મીની બજારથી ખોડીયાર નગર સુધીના રસ્તા પર એકાએક જ લોકો એકત્રિત થઈ ગયા હતા. લોકો હીરા શોધવાનું શરૂ કરી દીધું હતું.
વીડિયોમાં જોવા મળી રહ્યું હતું કે લોકો આ હીરા શોધવા માટે રીતસરની પડાપડી કરતા દેખાયા હતા. આખા રસ્તા ઉપર છુટા છવાયા લોકો રસ્તા ઉપર ધૂળ ખંખેરીને ડાયમંડ શોધતા નજરે પડ્યા હતા. તો કેટલાક લોકો તો બ્રશ સાથે ધૂળ એકત્રિત કરી હીરા
શોધી રહ્યા હતા.
“હું તો ઓફિસ થી ઘરે જતો હતો. ત્યારે આ નજરાણું જોઈ હું પણ ચોકી ગયો હતો કે આ શું થઈ રહ્યું છે? ત્યારે બે ત્રણ જણાને પૂછ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, અહીં કોઈ હીરાના વેપારીએ હીરા ફેંકીને જતા રહ્યા છે. જેથી આ તમામ લોકો તે હીરા
શોધવા માટે ધૂળ ખંખેરી રહ્યા છે.”જોકે વાત સાચી છે કે, કોઈના હાથમાં હીરો આવી ગયો તો તેઓના ઘરમાં આજીવન દિવાળી રહેશે. એક હીરો જો કોઈકના હાથમાં આવી જાય તો તેમની દિવાળી થઇ જશે તેવું માની શકાય છે. ઉલ્લેખનીય છે કે, હાલ હીરા
ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ પ્રકારની વાત ઉડે ત્યારે ચોક્કસથી લોકો આ રીતે હીરા શોધવા માટે લોકો જોવા મળશે. કારણ કે, મહિના બાદ દિવાળી છે અને એક હીરો જો કોઈકના હાથમાં આવી જાય તો તેમની દિવાળી થઇ જશે તેવું માની શકાય છે.
samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?
error: Content is protected !!