Samay Sandesh News
સ્પોર્ટ્સ

Hockey, India Enters Semi-Final: ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઈતિહાસ, ઓસ્ટ્રેલિયાને હરાવી સેમી ફાઈનલમાં પહોંચી

[ad_1]

ટોક્યો ઓલિમ્પિકમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ક્વાટર ફાઈનલમાં ભારતની જીત થઈ છે. પ્રથમ ક્વાર્ટરમાં બને ટીમો ગોલ કરી શકી નહોતી. બીજા ક્વલાર્ટરમાં ટીમ ઈન્ડિયાએ ગોલ કર્યો હતો. ગુરજીત કૌરે શાનદાર પ્રદર્શન કરીને ગોલ ફટકારી ભારતને લીડ અપાવી હતી. ત્રીજા ક્વાર્ટરમાં પણ બંને ટીમો ગોલ કરી શકી નહોતી. જેના કારણે ટીમ ઈન્ડિયા ત્રીજા ક્વાર્ટરની સમાપ્તિ વખતે 1-0થી આગળ હતી.

ટોક્યો ઓલિમ્પિકના 11માં દિવસે મહિલા હોકીની ક્વાર્ટર ફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે જીત મ ળવીને ઈતિહાસ રચ્યો એ મેચમાં ગુરજીત કૌરે રંગ રાખ્યો હતો.  ભારતની ગુરજીત કૌરે મેચની 22મી મિનિટે ગોલ કરીને 1-0ની લીડ અપાવી હતી. ગુરજીતે ડાયરેક્ટ ફ્લિક વડે ગોલ કર્યો હતો. ઓલિમ્પિકમાં આ સાથે ભારતની મહિલા હોકી ટીમ પહેલી વાર  સેમી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે.

આ મેચમાં ભારતની ગોલકીપરના શાનદાર દેખાવના કારણે  ઓસ્ટ્રેલિયાએ ડ્રેગ-ફ્લિકથી ગોલ ગુમાવ્યો હતો. ભારતે હાફ ટાઈમ સુધી લીડ જાળવી રાખી હતી. પ્રથમ ક્વાર્ટરના અંત સુધીમાં બંને ટીમોએ કોઈ ગોલ કર્યો ન હતો પણ બીજા ક્વાર્ટરમાં ભારતે સરસાઈ મેળવી હતી. 

રવિવારે ભારતીય પુરૂષ ટીમે ગ્રેટ બ્રિટનને હરાવી 49 વર્ષ બાદ સેમિફાઇનલમાં એન્ટ્રી કરી છે તો આજે ભારતીય મહિલા હોકી ટીમે વિશ્વની દમદાર ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવી પ્રથમવાર ઓલિમ્પિકની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે રાની રામપાલની મહિલા હોકી ટીમ ભારતના ઈતિહાસની સર્વશ્રેષ્ઠ ટીમ બની ગઈ છે. 

ભારતે બીજા ક્વાર્ટરમાં કર્યો ગોલ

ભારતે બીજા ક્વાર્ટરની છઠ્ઠી મિનિટ પર પેનલ્ટી કોર્નરથી ગોલ કર્યો હતો. ગુરજીત કૌરે પેનલ્ટી કોર્નરનો ફાયદો ઉઠાવ્યો અને ભારતને લીડ અપાવી હતી. ઓલિમ્પિકમાં ગુરજીતનો આ પ્રથમ ગોલ છે. 

નોંધનીય છે કે, આ પહેલા ભારતીય મહિલા હોકી ટીમે પૂલ સ્ટેજની પોતાની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાને 4-3થી હરાવ્યું હતું. એનાથી ટીમનો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાનો માર્ગ ખૂલી ગયો હતો. પુલ Aમાં આયર્લેન્ડ અને ગ્રેટ બ્રિટન વચ્ચેની મેચથી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી ટીમોનો ફેંસલો થશે. ભારત તરફથી વંદના કટારિયાએ 3 ગોલ કર્યા હતા. વંદના ઓલિમ્પિક મેચમાં ગોલની હેટ-ટ્રિક ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા હોકી ખેલાડી બની છે.

 

[ad_2]

Source link

Related posts

ટોક્યો ઓલિમ્પિકના ડિસ્કસ થ્રોમાં ભારતીય કમલપ્રીત કૌર પહોંચી ફાઈનલમાં, જુઓ વીડિયો

cradmin

Tokyo Olympic Medal Tally India Standing Today 33-07-21 Gold Silver Bronze Medal Events Hockey Table Tennis Boxing 

cradmin

Tokyo Olympics 2020 Update, Deepika Kumari Got Defeat In Tokyo Olympics

cradmin

Leave a Comment

error: Content is protected !!