Latest News
મધ્ય ગુજરાતને મળ્યું પ્રેરણાસ્ત્રોતઃ નાવલી ખાતે રૂ. 5 કરોડના ખર્ચે નિર્મિત એન.સી.સી. લીડરશીપ એકેડમીનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ દેશી ગાયની નસલ સુધારણા માટે સેક્સ-સૉર્ટેડ ટેક્નોલોજીનો લાભ લેવા રાજ્યપાલશ્રીએ પશુપાલકોને આહ્વાન કર્યું મહેસાણા જિલ્લામાં SGFI રમતો માટે એકજ વ્યાયામ શિક્ષક કન્વીનર – શિક્ષકોની નિષ્ક્રિયતા પાછળનો ચોંકાવનારો ખુલાસો ₹5 કરોડનો રસ્તો ભ્રષ્ટાચારના ખાડામાં? શાંતીધામ-સાતુન-કમાલપુર રૂટ પર રાધનપુર નાયબ કલેક્ટરને નાગરિકોની આક્રમક રજૂઆત – તાત્કાલિક તપાસની માંગ રાધનપુર તાલુકા સરપંચ એસોસિયેશનનો વિકાસ માટે લલકાર: TDO સમક્ષ ધારાસભ્યના ભેદભાવના આક્ષેપ સાથે લેખિત રજુઆત રાધનપુરનાં ખાડાઓ બન્યાં “મૌતનાં ગાડાં”: લારી પડતાં ગરીબ વેપારીને નુકસાન – પાલિકા સામે લોકોનો ઉગ્ર રોષ

ક્રાઇમ: સિગરેટ પીતાં યુવકને ઠપકો આપ્યો તો ગુંડાતત્વોએ બે દિવસ બાદ આવી વેપારીની હત્યા કરી, ત્રણ આરોપીની ધરપકડ

ક્રાઇમ: સિગરેટ પીતાં યુવકને ઠપકો આપ્યો તો ગુંડાતત્વોએ બે દિવસ બાદ આવી વેપારીની હત્યા કરી, ત્રણ આરોપીની ધરપકડ: સુરતના વરાછામાં એક વેપારીની હત્યાના મામલામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. વેપારીએ એક યુવકને સિગરેટ પીતાં યુવકને ઠપકો આપ્યો હતો જે બાદ તેણે સાગરિતો સાથે આવી બે દિવસ બાદ વેપારીની હત્યા કરી દીધી હતી.
સુરત શહેરમાં સિગરેટ ન પીવા બાબતે ઠપકો આપતા ગુંડા તત્વોએ કોસ્મેટિકના વેપારીની ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી નાખી છે.આ પ્રકરણમાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. સુરત શહેરના વરાછા વિસ્તાર ખાતે એક યુવકની હત્યા કરવામાં આવી હતી. કોસ્મેટિકના વેપારીએ જ્યારે દુકાન પાસે એક યુવકને સિગરેટ ન પીવા ઠપકો આપ્યો ત્યારે વેપારીની હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
સિગરેટ પીવા બાબતે ઝઘડો થયો હતો અને કોસ્મેટિકની દુકાન ચલાવનાર વેપારીની આ બાબતે હત્યા કરી દેવામાં આવી હતી. જેમાં પૃથ્વીરાજ સપકાડે, રાજેશ શિયાળ અને સંજય વસાવા નામના લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય છૂટક મજૂરી કરે છે. મરનાર બોબી કોસ્મેટિકની દુકાન ચલાવતા હતાં. આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

શહેરના વરાછા વિસ્તારમાં આવેલા ઘનશ્યામ નગર ખાતે કોસ્મેટિકના વેપારીએ જ્યારે દુકાનની બહાર એક યુવકને સિગરેટ પીવા બાબતે ઠપકો આપ્યો ત્યારે તેને ખબર નહોતી કે આ બાબતમાં તેની હત્યા કરી દેવામાં આવશે. 30 વર્ષીય બોબી યાદવ ઘનશ્યામ નગરમાં કોસ્મેટિકની દુકાનના માલિક હતાં. અજાણ્યા ઇસમો દ્વારા તેમની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. લોહીથી લથપથ વેપારી બોબીને તેમના ભાઈ સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતાં. જો કે સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરોએ વેપારી બોબીને મૃત જાહેર કર્યો હતો. જાણ થતા પોલીસ કાપલો અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હ.તી તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે કોસ્મેટિકના વેપારી બોબી પોતાની દુકાન પાસે બે દિવસ પહેલા ત્યાં ઉભેલા એક યુવકને સિગરેટ ન પીવા માટે ઠપકો આપ્યો હતો. આવી નજીવી બાબતે તે દરમિયાન બંને વચ્ચે
બોલાચાલી પણ થઈ હતી. જોકે બે દિવસ બાદ આરોપી અને તેના અન્ય સાગરિતો સાથે મળીને ત્યાં ઝઘડો કરવા માટે આવ્યા હતાં અને વેપારીને ચપ્પુના ઘા મારી લોહીલુહાણ કરી દીધાં હતાં.
samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?
error: Content is protected !!