Jamnagar: જામજોધપુર તાલુકા માં ખનીજ માફિયાઓમાં ફેલાયો ફફડાટ: ગુજરાત ભરમાં ખનીજ ચોરી એ એક ક્ષામાન્ય બાબત બની ચૂકી છે. ખનીજ માફિયાઓ બેફામ બની ખનીજ ચોરી કરતા રહે છે અને તંત્ર મૂક પ્રેક્ષક બની ને જોતું રહે છે, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગોરખડી, જસાપર, મોટી ભડ, બુટાવદર, વિસ્તારની નદીમાં ખનીજ માકિયાઓ બેફામ બન્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- ફેસબુક પેજ
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- ઇન્સ્ટાગ્રામ
સબસ્ક્રાઈબ કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :- યુ ટ્યુબ
અમારા વોટ્સએપ ગ્રુપમાં આપના જોડાવા માટે ટમ્માસેપ જોવા માટે :- ક્લિક કરો
ગત તારીખ 26/08/2023 ના રોજ જામજોધપુર તાલુકાના મામલતદાર કેતન.સી.વાઘેલા સાહેબ દ્વારા આશરે 20 ટન રેતી ભરેલું
GJ 05 BV 1068 નંબર નું ડમ્ફર ડીટેઈન કરીને શેઠ વડાળા પોલીસ સ્ટેશન સોંપી યોગ્ય કાર્યવાહી કરેલ છે.
લોકો મુખે એવું પણ ચર્ચા રહ્યું છે. કે રોયલ્ટી વગર મંજૂરી વગર રેતી કઈ નદીમાંથી આવી રહી છે ? શું ક્યાંય રેતી નો મોટો સટો
લગાવેલો છે કે પછી નદીમાંથી રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે?
શું ખાણ ખનીજ વિભાગ યોગ્ય પગલા લેશે ?
● દિવસે થાય છે બેફામ ખનીજચોરી
● રાત્રે થાય છે માલનું વહન
● બે રોકટોક ચાલે છે ખેલ
જામનગર જિલ્લા ના જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગોરખડી, જસાપર, મોટી ભડ, બુટાવદર, વિસ્તારની વહેતી નદી સુધીના
કાંઠા વિસ્તાર એ ખનીજ માફિયા ઓ માટે સ્વર્ગ સમાન છે, આ વિસ્તારમાં વગર મંજૂરીની અને ગેરકાયદેસર ચાલતી રેતીની લીઝ
છે, ખનીજ માફીયાઓ ના લીધે લીઝો ગેરકાયદેસર ધમધમી રહી છે.
નદીમાં પાણી ભરેલ હોય ત્યારે નદીના પાણી માં લોડર તેમજ જે.સિ.બી વળે ગેરકાયદેસર ઉતારીને રેતીનું ખનન કરવામાં આવે
છે. નદીના પાણીમાં લોડર, જી.સિ.બી ઉતારીને ખાસ રીતે પાણી અને નદીના તળિયેથી રેતી ઉલેચવા માટેની ખાસ
મશીનરીઓનો ઉપયોગ કરવામાં આવી રહેલ છે અને ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરવા માં આવે છે, સરકાર દ્વારા કે ખાણ
ખનીજ વિભાગ દ્વારા આંખ આડા કાન કરી ને આ બેફામ દોડતા ડમ્ફરો ને અહીં ચાલવા દેવા માં આવે છે.
ખનીજ માફિયાઓ તંત્રના આંખ મિચામણાનો લાભ ઉઠાવી રહ્યા છે. શેઠ વડાળા થઈને જામનગર બાજુ રેતી ભરેલા ડમ્ફર દોડી
રહ્યા છે છતાં તંત્રની બલિહારી જુઓ કે આજ સુધી આ રસ્તા પર ઉભા રહિને તંત્રના કોઈ અધિકારીએ તપાસ પણ કરી નથી.
ધોળા દિવસે દેખાતો આ ગેરકાયદે રસ્તાના નિર્માતાઓની નથી તો તપાસ થઈ કે નથી. તો રસ્તાના પ્રયોજન વિશે જાણવામાં
તંત્રએ કશો રસ દાખવ્યો. તો રાત્રીના અંધારમાં આ રસ્તા પર કયા વાહનો ચાલી રહ્યા છે તે તપાસ કરવા માં આવસે કે કેમ?
1 comment
[…] […]