જામનગર: જામનગર શહેરમાં આગામી તા.14 સપ્ટેમ્બર સુધી સાત રસ્તા સર્કલથી જિલ્લા પંચાયત સુધીનો રસ્તો ભારે વાહનો માટે બંધ રહેશે: નાગરિકો વૈકલ્પિક રૂટ તરીકે એસ.ટી.બસ સ્ટેન્ડ રોડ, પવનચક્કી સર્કલ અને અન્ય રસ્તાઓનો ઉપયોગ કરી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- ફેસબુક પેજ
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- ઇન્સ્ટાગ્રામ
સબસ્ક્રાઈબ કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :- યુ ટ્યુબ
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે :- ક્લિક કરો
જામનગર શહેરમાં સાત રસ્તા સર્કલથી સુભાષ ચંદ્ર બોઝ સ્ટેચ્યુ સુધીના રોડ પર હાલમાં ફલાય ઓવરબ્રીજનું કામ ચાલુ હોય, આ
રોડ પર માત્ર ટુ-વ્હીલર તથા ફોર-વ્હીલર ચાલુ રહી શકે તે માટેનું જાહેરનામું અમલમાં છે. તેમજ ભારે વાહનો માટે, સરકારી તથા
પ્રાઈવેટ બસો સાત રસ્તાથી ટાઉન હોલથી બેડી ગેઈટ થઈને વિક્ટોરીયા પુલના રૂટ પર અવર-જવર ચાલુ રહે છે.
તેમજ, આ રૂટ પર શ્રાવણ માસની લોકમેળા-2023ના ટ્રાફીકને ધ્યાનમાં રાખતા રૂટ પર ટ્રાફીકનું મેનેજમેન્ટ થાય તે માટે સાત
રસ્તા સર્કલથી જિલ્લા પંચાયત ઓફીસ સર્કલ સુધીના રસ્તા પર તમામ પ્રકારના વાહનો માટે પ્રતિબંધ ફરમાવવા અંગેનું
જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.એન.ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર, જામનગર શહેરમાં આગામી તા.06 સપ્ટેમ્બરથી તા.14 સપ્ટેમ્બર દરમિયાન સવારના
09:00 કલાકથી રાત્રીના 12:00 કલાક સુધી- આમ કુલ 9 દિવસ માટે સાત રસ્તા સર્કલથી જિલ્લા પંચાયત સર્કલ સુધીના રસ્તા પર
તમામ પ્રકારના વાહનો માટે વાહનવ્યવહાર બંધ રહેશે. વાહન ચાલકો માટે (ભારે વાહન સિવાય) વૈકલ્પિક રૂટ તરીકે ઉકત રસ્તા
સિવાય અન્ય રસ્તાનો ઉપયોગ કરી શકાશે. જ્યારે ભારે વાહનો માટે અવર-જવર માટે વૈકલ્પિક વ્યવસ્થા અત્રે જણાવ્યા મુજબ રહેશે.
(1) સાત રસ્તા સર્કલથી લઈને એસ.ટી. બસ સ્ટેન્ડ રોડ પરથી પવનચકકી સર્કલથી પંપ હાઉસ રોડ પરથી લાલપુર બાયપાસ ચોકડી તરફનો રસ્તો.
READ MORE: જામનગરમાં શ્રાવણ માસ ના તહેવાર ને અનુલક્ષીને ને ફૂડ શાખા ની ટીમ દ્વારા ચેકિંગ ની કામગીરી હાથ ધરવામાં આવી…
(2) સાત રસ્તા સર્કલ થઈને જનતા ફાટક ચોકડીથી જકાતનાકા સર્કલથી હરીયા કોલેજ રોડ પરથી સાંઢીયા પુલ થઈ રાજકોટ રોડ તરફનો રસ્તો.
(૩) વિકટોરીયા પુલથી અંબર ચોકડીથી જી.જી. હોસ્પિટલથી પંચવટીથી શરૂ સેકશન રોડથી પાયલોટ બંગલાથી સાત રસ્તા
સર્કલથી એસ.ટી. રોડ તરફનો રસ્તો.
ઉક્ત જાહેરનામું લોકમેળાની કામગીરીમાં રોકાયેલા સરકારી વાહનો, આ રસ્તાની આજુ બાજુમાં રહેતા રહેવાસીઓ, એમ્બ્યુલન્સ
તથા ફાયર વિભાગના વાહનોને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનારી વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ
1951ની કલમ-131 મુજબ શિક્ષાને પાત્ર થશે.