જૂનાગઢ : જૂનાગઢ માં વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર ટીમ દ્વારા અંબાજીમા પ્રસાદીમા મોહનથાળ બંધ કરવામાં આવેલ તે વિષય અંગે વિરોધ કરવામાં આવેલ હતો.
તેમજ મંદિર માં તમામ ભક્તો ને, તમામ દર્શનાર્થીઓ ને મોહન થાળ ના પ્રસાદ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત માં અંબે ની સ્તુતિ, હનુમાન ચાલીસા તેમજ રામધૂન બોલાવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
આ વિરોધ કાર્યક્રમ માં જૂનાગઢ મહાનગર ના મંત્રી જયેશભાઇ ખેસવાની, સહ મંત્રી વિપુલ ભાઈ રાવત, સેવા પ્રમુખ પરાગ ભાઈ તન્ના, સમાજીક સમરસતા પ્રમુખ નીતીશ ભાઈ ભાલુ, મહાનગર સત્સંગ પ્રમુખ જોગી ભાઈ કોટેચા, સ્વામી વિવેકાનંદ પ્રખંડ ના મંત્રી નથુ ભાઈ આંબલીયા, માધવ પ્રખંડ ના દુર્ગા વાહિની સંયોજીકા તૃપ્તિ બેન રૂપારેલીયા તેમજ સૌરાષ્ટ્ર પ્રાંત ના સહ પ્રચાર પ્રસાર પ્રમુખ હિરેનભાઈ રૂપારેલીયા ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ પ્રખંડ વિસ્તાર ખંડ નંબર 2 માં સંકટ મોચન હનુમાન મંદિરે ગોઠવવામાં આવેલ હતો જેથી આ વિસ્તાર ના મંત્રી હિરેન ભાઈ વાઘેલા તેમજ એની પુરી ટીમ ઉપસ્થિત રહી હતી. બાલ સંસ્કાર કેન્દ્ર ના બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા. અન્ય ખંડ તેમજ પ્રખંડ માંથી પણ કાર્યકતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સરકાર ને ટકોર કરી છે અને લોકો ને આ આંદોલન માં જોડાવવા માટે આહવાન પણ કરેલ છે કે જ્યા સુધી સરકાર દ્વારા મોહનથાળ પ્રસાદ નક્કી નહી થાય ત્યા સુધી વિરોધ થતો રહેશે અને હિન્દુ સમાજ જોડાતો રહેશે. સરકાર માં બેઠા હોય એવા કોઈ પણ મંત્રીઓ ની ઘર ની નહી ચાલે અન્યથા ઘર ભેગા કરી દેશું એવી ચીમકી પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મળેલી હોય ત્યારે જોવાનું એ રહ્યું કે સરકાર ક્યારે સંવેદન બનશે અને મોહનથાળ માટે નિર્ણય લેશે.