Samay Sandesh News
General Newsગુજરાતજામનગરટોપ ન્યૂઝધાર્મિકશહેર

જામનગર: જામનગરમાં સોમવારે વિહિપ – બજરંગદળના શૌર્ય જાગરણ યાત્રાના વિભાગ કાર્યાલયનું ઉદઘાટન

જામનગર: જામનગરમાં સોમવારે વિહિપ – બજરંગદળના શૌર્ય જાગરણ યાત્રાના વિભાગ કાર્યાલયનું ઉદઘાટન: વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા સમગ્ર ભારતમાં આગામી 23 સપ્ટેમ્બર થી 8 ઓક્ટોબર દરમ્યાન શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરાયું છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

હાલારના દ્વારકા અને જામનગર જિલ્લા તેમજ મહાનગરમાં આ યાત્રા ઠેર ઠેર પરિભ્રમણ કરશે જેના અનુસંધાને દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એસ.ટી.રોડ ઉપર શોર્ય જાગરણ યાત્રાનું જામનગર વિભાગ કાર્યાલય સોમવારે સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવા જઈ રહ્યું છે.
વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા રાષ્ટ્ર રક્ષા, ધર્મ રક્ષા, સમાજની  સુરક્ષાના હેતુ થી આગામી ષષ્ઠી પૂર્તિ વર્ષ નિમિતે દરેક ગામ, નગર, વિસ્તાર માં સંગઠન સમિતિ બને અને યુવાનોમાં શોર્ય જાગરણ થાય તે માટે વીર બલીદાનીઓની અમર ગાથા જન-જન સુધી પહોંચે તેવા શુભઆશયથી સમગ્ર ભારતભરમાં ૨૩,સપ્ટેમ્બર થી ૮,ઓક્ટોમ્બર -૨૦૨૩ સુધી શોર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યાત્રાનાં જામનગર વિભાગના કાર્યાલયનું તા.4,સપ્ટેમ્બર,2023ના સોમવારે સવારે 9.30 કલાકે 57 દિગ્વિજય પ્લોટના છેડે આવેલ દ્વારકેશ હોસ્પિટલ બિલ્ડિંગના ગ્રાઉન્ડ પર ઉપર હોસ્પિટલ ની બાજુમાં, એસટી રોડ પર જામનગર ખાતે હિન્દુ ધર્મના પ્રતિષ્ઠિત ધાર્મિક સ્થળોના સંતો મહંતોની ઉપસ્થિતિમાં મંગલ ઉદ્દઘાટન સમારોહ યોજવામાં આવ્યો છે.
જેમાં વિવિધ સામાજિક, રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેનાર છે. તો આ પ્રસંગે સૌ કોઈ હિન્દુ ધર્મપ્રેમીઓને ઉપસ્થિત રહેવા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા આહવાન કરાયું છે.
શૌર્ય જાગરણ યાત્રાના વિભાગ કાર્યાલયના ઉદઘાટન કવરેજ માટે પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ના પ્રતિનિધિ ફોટોગ્રાફર/ કેમેરામેન મિત્રોને તા.4/9/23ના સોમવારે સવારે 9.45 કલાકે ઓશવાળ હોસ્પિટલની બાજુમાં દ્વારકેશ હોસ્પિટલના ગ્રહમાં દિગ્વિજય પ્લોટ 57 ના ખૂણે, જામનગર પધારવા અનુરોધ છે.

Related posts

રાજકારણ: મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી વિકાસ કામોની સમીક્ષા કરી

cradmin

જામનગર : 24 માર્ચ – ડે ન્યૂઝ – વિશ્વ ટ્યુબરક્યુલોસિસ દિવસ – જામનગર.

cradmin

યુક્રેનમાં જામનગરનો વિધાર્થી ફસાયો…

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!