Samay Sandesh News
સ્પોર્ટ્સ

India Medal Tally, Olympic 2020: બેડમિન્ટમાં પીવી સિંધુ, બોક્સિંગમાં પૂજા રાની અને આર્ચરીમાં દીપિકા કુમારીની જીત, જાણો મેડલ ટેલીમાં કેટલા ક્રમ પર છે ભારત

[ad_1]

ભારતના ખાતામાં અત્યાર સુધીમાં એક જ મેડલ આવ્યો છે. ભારત મેડલ ટેલીમાં 42માં ક્રમે છે. અમેરિકા  10 ગોલ્ડ, 11 સિલ્વર અને 9 બ્રોન્ઝ એમ 30  મેડલ સાથે પ્રથમ ક્રમે છે.  ચીન 12 ગોલ્ડ, 5 સિલ્વર અને 9 બ્રોન્ઝ મળી કુલ 26 મેડલ સાથે બીજા ક્રમે છે. જાપાન 12 ગોલ્ડ, 4 સિલ્વર અને 5 બ્રોન્ઝ એમ મળી કુલ 21 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે. બોક્સીંગમાં પૂજા રાણી મહિલાઓની 75 કિલોગ્રામ વેઇટ કેટેગરીની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. બસ હવે તે મેડલથી માત્ર 1 જીત દૂર છે. તે જ સમયે, બેડમિંટનમાં પીવી સિંધુ અને તીરંદાજીમાં દીપિકા મહિલા સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. 

પૂજાએ 16 મેચના રાઉન્ડમાં અલ્જેરિયાના ઇચ્રાક ચાઈબને 5-0થી હરાવી હતી. જો પૂજા આગળની મેચ જીતશે તો તે મેડલ પણ જીતી શકે છે. તેની પહેલા લોવલિના બોરગોહેન પણ 69 કિલોગ્રામ વેઇટ કેટેગરીની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ચૂકી છે. આર્ચર મહિલા સિંગલ્સમાં દીપિકા કુમારી બીજા રાઉન્ડની મેચ રમી રહી છે. તે અત્યારે અમેરિકન આર્ચર્સ સામે 4-4ની બરાબરી પર છે.  પીવી સિંધુ પૂર્વ ક્વાર્ટર ફાઇનલમાં ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટ સામે ટકરાશે. સિંધુનો બ્લિચફેલ્ટ સામે એકંદરે ઓવરઓલ સારો રેકોર્ડ છે.

ભારતીય તીરંદાજ તરુણદીપ રાય મેન્સ સિંગલ્સમાં મેડલની રેસમાંથી બહાર થઈ ગયો છે. તેને 16 એલિમિનેશન મેચના રાઉન્ડમાં ઇઝરાયેલના ઇટે શૈનીએ શૂટ-ઓફમાં હાર આપી હતી. ભારતની મહિલા હોકી ટીમ તેની સતત ત્રીજી મેચ હારી ગઈ છે. બુધવારે રમાયેલી મેચમાં બ્રિટને ભારતીય ટીમને 4-1થી હરાવી હતી. બ્રિટન માટે હન્નાહ માર્ટિને વધુ બે અને લીલી ઓસ્લી અને ગ્રેસ બાલ્સડને 1-1 ગોલ કર્યો હતો. ભારત તરફથી એકમાત્ર ગોલ શર્મિલા દેવીએ કર્યો.

રોઇંગનાં લાઇટવેઇટ મેન્સ ડબલ્સ સ્કલ્સમાં ઈન્ડિયાનાં અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહની જોડી સેમીફાઇનલમાં છઠ્ઠા અને અંતિમ સ્થાન પર રહી છે.

[ad_2]

Source link

Related posts

Tokyo Olympics: First Time More Than Three Thousand Cases Were Reported In A Day In Tokyo

cradmin

IND VS SL, 3rd T20I: Arshdeep Singh And R Sai Kishore May Debut In Todays Third Final T20 Against Sri Lanka

cradmin

કિક બોક્સિંગ છોડી બોક્સર બનનારી 23 વર્ષની આસામીઝ લવલિના મેડલ જીતવાથી માત્ર એક મેચ દૂર, જાણો ક્યારે છે લવલિવાની મેચ ?

cradmin

Leave a Comment

error: Content is protected !!